પોરબંદર-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવાની કવાયત શરૂ કરી દીધી છે. પોરબંદરમાં અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવાની કવાયત શરૂ કરી દીધી છે .પોરબંદરમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓને એક બીજાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે ત્યારે લોર્ડસ હોટેલ ખાતે સંસદ રમેશ ભાઈ ધડુક અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાની ઉપસ્થિતિમાં અનેક જ્ઞાતિ અને ગ્રુપના આગેવાનો તથા સભ્યો મોટી સંખ્યામાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.ખારવા, લોહાણા અને અનુસુચિત જાતિ સમાજના આગેવાન ,આંબેડકર ગ્રુપ યુવા લોહાણા અગ્રણી પણ જોડાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવાની કવાયત શરૂ કરી દીધી છે. પોરબંદરમાં અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે.