પ્રખ્યાત પોર્ન વેબસાઇટ પોર્નહબે પોતાની વેબસાઇટ પરથી લાખો વિડીયો હટાવ્યા

દિલ્હી-

પ્રખ્યાત પોર્ન વેબસાઇટ પોર્નહબને તેની સાઇટ પરથી લાખો વીડિયો હટાવ્યા છે. એવા યુઝર્સના વિડીયો સાઇટ પરથી હટાવવામાં આવ્યા છે કે જે વેરીફાઇડ ન હતા. theguardian.comના અહેવાલ મુજબ, સોમવારે, કેનેડિયન આ પોર્ન સાઇટ પર વિડિઓઝની સંખ્યા 130 લાખથી ઘટીને 40 લાખ થઈ ગઈ છે.

પોર્નહબ આક્ષેપોનો સામનો કરી રહી છે કે તે સગીર અને સેક્ય ટાફિકિંગનો શિકાર બનેલી યુવતીનો વીડિયો સાઇટ પરથી દૂર કરવામાં નિષ્ફળ ગયી છે. અગાઉ, ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોટી સંખ્યામાં વાંધાજનક, ગેરકાયદેસર વિડિઓઝ સાઇટ પર હાજર છે. આ પછી, બે મોટી ક્રેડિટ કાર્ડ કંપનીઓ, વિઝા અને માસ્ટરકાર્ડે જાહેરાત કરી કે તેઓ પોર્નહબની ચુકવણી પર પ્રક્રિયા કરશે નહીં.

હવે વપરાશકર્તાઓ પોર્નહબ પર વેરીફાઇડ કર્યા વગર વિડીયો અપલોડ કરી શકશે નહીં. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે સાઇટની તમામ સામગ્રી માટે વેરીફાઇડની શરત લાગુ કરવામાં આવી છે, પરંતુ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, યુટ્યુબ જેવા અન્ય પ્લેટફોર્મ્સએ આવી નીતિ હજી સુધી લાગુ કરી નથી. theguardian.comના રિપોર્ટ અનુસાર, પોર્નહબના નિર્ણયથી લાખો સેક્સ વર્કર્સ અને મોડેલોની આજીવિકા જોખમાઇ શકે છે, જે મહામારીને લીધે પહેલેથી જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. હમણાં સુધી, કોઈપણ યુઝર્સ આ વેબસાઇટ પર વિડીયો અપલોડ કરી શકતો હતો.

પોર્નહબે એમ પણ કહ્યું છે કે વેબસાઇટની નીતિઓને કારણે તેમને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યું નથી, પરંતુ તે એક એડલ્ટ વિડીયોનુ મંચ છે. અહેવાલ મુજબ, ફેસબુકએ જ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, તેના પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણને લગતી 80 મિલિયન વિડીયો મળી આવ્યા હતા, જ્યારે ઇન્ટરનેટ વોચ ફાઉન્ડેશને કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, ફક્ત 118 આવા વિડીયો પોર્નહબ પર મળ્યા હતા .


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution