પૂજા તોમર યુએફસીમાં જીતનાર પ્રથમ મિક્સ્ડ માર્શલ આર્ટ ફાઈટર ભારતીય મહિલા બની


નવી દિલ્હી:  પૂજા તોમર અલ્ટીમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપ (UFC)માં વિજય નોંધાવનાર ભારતની પ્રથમ મિક્સ્ડ માર્શલ આર્ટ ફાઈટર બની છે. પૂજા, જે પ્રથમ વખત આવી સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.તેણે સ્ટ્રોવેટ (52 કિગ્રા) મુકાબલામાં બ્રાઝિલના રેયાન ડોસ સાન્તોસને 30-27, 27-30, 29-28થી હરાવીને સ્ટ્રોવેટ (52 કિગ્રા) મુકાબલો જીત્યો. યુએફસી લુઇસવિલે ખાતે શનિવારે મેચ બાદ કહ્યું, 'આ માત્ર મારી જીત નથી. આ ભારતના તમામ ચાહકો અને ભારતીય ફાઇટરની જીત છે. પહેલા બધાને લાગતું હતું કે ભારતીય લડવૈયાઓ કોઈ પડકાર નથી આપી શકતા. હું ફક્ત જીતવા વિશે વિચારી રહી હતી અને મેં બતાવ્યું કે ભારતીય લડવૈયાઓ હારેલા લોકોમાં નથી.' 30 વર્ષીય પૂજા, જે 'સાયક્લોન' તરીકે જાણીતી છે, તેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં UFC સાથે કરાર કર્યો અને આ રીતે તે મિક્સ સૌથી મોટી માર્શલ આર્ટ સ્પર્ધાઓમાં ભાગ લેનારી ભારતની પ્રથમ મહિલા બની ગઇ. અંશુલ જ્યુબિલી અને ભરત કંડારેએ યુએફસીમાં વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાણા ગામમાં જન્મેલી પૂજા પાંચ વખતની રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયન છે અને તેણે કરાટે અને તાઈકવૉન્ડોમાં પણ ભાગ લીધો છે. પૂજાએ કહ્યું, 'મને જીતવાની પૂરી આશા હતી અને મેં ઘણા હુમલા કર્યા . પરંતુ હું મારું 100 ટકા પ્રદર્શન કરી શકી નહીં. બીજા રાઉન્ડમાં હું દબાણ અનુભવી રહી હતી. મારે હજુ ઘણો સુધારો કરવાની જરૂર છે.' બંને વચ્ચેની લડાઈ ખૂબ જ શાનદાર હતી. પૂજા અને તેના વિરોધી બંનેએ પોતાની તાકાત બતાવી. પહેલા રાઉન્ડમાં પૂજાએ જબરદસ્ત કિક્સ આપી અને પ્રભુત્વ જમાવ્યું. તેની લાતો સીધી ડોસના શરીર પર અથડાતી હતી. ડોસે બીજા રાઉન્ડમાં વાપસી કરી હતી. તે સતત આગળ વધી રહી હતી અને પૂજાને પાછળ હટીને હુમલો કરવા દબાણ કરી રહી હતી. આ રાઉન્ડમાં બ્રાઝિલની ખેલાડીએ પણ પૂજા જેવી જ કિકિંગ ટેકનિક અપનાવી હતી અને તે સફળ પણ રહી હતી. બંને મહિલા લડવૈયાઓ જોરદાર લડ્યા. છેલ્લો રાઉન્ડ ખૂબ જ રોમાંચક હતો અને ટાઈ રહ્યો હતો, પરંતુ અંતે પૂજાએ ત્રીજો રાઉન્ડ જીતી લીધો હતો અને યુએફસીમાં પ્રથમ વખત જીત મેળવી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution