આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિંસિપલ સહિત સાત લોકોનો પોલીગ્રાફ ટેસ્ટઃમહત્વપૂર્ણ બાબતો બહાર આવશે

કોલકતા: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં શનિવારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત કુલ સાત લોકોનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. સંદીપ ઘોષ ઉપરાંત બળાત્કારના આરોપી સંજય રોય અને મેડિકલ કોલેજના અન્ય ચાર ડોક્ટરોનો પણ પોલિગ્રાફ ટેસ્ટ કરયો છે. આ ઉપરાંત હોસ્પિટલના સિવિલ વોલેન્ટિયરનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભૂમિકા શંકાસ્પદ છે. સંદીપ ઘોષની સીબીઆઈ દ્વારા એક સપ્તાહથી વધુ સમયથી સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.રિપોર્ટ્‌સ અનુસાર પૂછપરછ દરમિયાન સંદીપ ઘોષના નિવેદનોમાં વિરોધાભાસ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી દરમિયાન સંદીપ ઘોષની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ જ કારણ છે કે સંદીપ ઘોષ સીબીઆઈ તપાસના રડાર પર છે. સીબીઆઈએ કોર્ટમાં સંદીપ ઘોષ, આરોપી સંજય રોય અને અન્ય ચાર ડોકટરો અને એક સિવિલ વોલેન્ટિયરનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી હતી. કોર્ટની મંજૂરી બાદ આજે તમામનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે.જેલમાં જ આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. બાકીનો પોલીગ્રાફ ટેસ્ટ સીબીઆઈ ઓફિસમાં થયો છે. પોલિગ્રાફ ટેસ્ટ માટે નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી નિષ્ણાતોની ટીમ કોલકાતા પહોંચી હતી પોલીગ્રાફ ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આ ટેસ્ટમાં ઘણા મનોવૈજ્ઞાનિક પરીક્ષણો કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution