અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્થિતિએ, શહેરમાં સરેરાશ એસીકયું 245

અમદાવાદ- 

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે માર્ચ મહિનાથી જ્યારે લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર રાજ્યમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થયો હતો તેમજ નદીઓના પ્રદૂષણમાં પણ ઘટાડો થતા જળચર જીવસૃષ્ટિને ઘણી રાહત થઇ હતી. પરંતુ હવે જ્યારે રાજ્યમાં ‘અનલોક’ આપી દેવામાં આવ્યું છે ત્યારે એક વાર ફરીથી જનજીવન પૂર્વવત્‌ થઇ ગયું છે. એવામાં અમદાવાદમાં પ્રદૂષણ પણ ચિંતાજનક સપાટીએ પહોંચ્યું છે. અમદાવાદમાં દિવસ દરમ્યાન એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૪૫ સાથે ‘પૂઅર’ નોંધાયો હતો. જાે પ્રદૂષણ માટેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦થી વધી જાય તો તે સ્થિતિને ચિંતાજનક ગણવામાં આવે છે. જાે કે શહેરમાં વધતુ જતું પ્રદૂષણ એ કોરોનાના દર્દીઓને માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ગઇ કાલે શુક્રવારની જાે વાત કરીએ તો દિવસ દરમિયાન એર ક્વોલિટી ઇન્ડેક્સ રાયખડમાં સૌથી વધુ ૩૨૨, પિરાણામાં ૩૧૨, એરપોર્ટમાં ૨૬૬ જ્યારે સેટેલાઇટમાં ૨૪૫ નોંધાયો હતો. આમ, શહેરના બે વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૦૦થી વધુ નોંધાતા તેને ‘વેરી પૂઅર’ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય મોટા ભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦થી વધુ નોંધાયેલ છે. તમને જણાવી દઇએ કે, જે સમયે કોરોના મહામારીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે સમયે પ્રદૂષણના સ્તરમાં ખૂબ સુધારો જાેવાં મળ્યો હતો અને એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ ૭૫ની આસપાસ થઇ ગયો હતો.

જાે કે, હવે બધું જ પૂર્વવત્‌ થતા જ પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થવા લાગ્યો છે. તમને જણાવી દઇએ કે, એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦થી ઓછો હોય તો તેને સારો કહેવાય, ૫૧થી ૧૦૦ વચ્ચે હોય તો સંતોષકારક, ૧૦૧થી ૨૦૦ વચ્ચે હોય તો સાધારણ, ૨૦૧થી ૩૦૦ વચ્ચે હોય તો ખરાબ, ૩૦૧થી ૪૦૦ વચ્ચે હોય તો અત્યંત ખરાબ અને ૪૦૦થી વધુ હોય તો તેને ગંભીર ગણવામાં આવે છે. પરંતુ લાગે છે કે, હજુ આગામી દિવસોમાં પણ અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦થી વધારે થાય તેમ મનાઇ રહ્ય્šં છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution