એલઆઈસીની પોલિસી સરેન્ડર કે લેપ્સ થવા અંગે વિચારાતા પોલિસીધારકોને રાહત મળશે


નવીદિલ્હી,તા.૬

ભારતીય જીવન વીમા નિગમ (ન્ૈંઝ્ર)માંથી વીમો લેનારા લોકો માટે રાહતભર્યા સમાચાર આવ્યા છે. ઇન્શ્યોરન્સ પોલિસી હોલ્ડર્સને સરળ સમાધાન પૂરું પાડતી સંસ્થા એસેસો (છઝ્રઈર્જીં)એ છન્ૈંઁ લોન્ચ કર્યું છે. આ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીઓનું એસાઇનમેન્ટ છે, જેની મદદથી પોલિસી સરેન્ડર કે પોલિસી લેપ્સ થવા અંગે વિચારતા પોલિસીધારકોને મોટી રાહત મળવાની છે.

જીવન વીમા પોલિસીધારકો આ પ્લેટફોર્મની મદદથી સરળતાથી પોતાની સરેન્ડર વેલ્યુ મેળવી શકશે. જણાવી દઈએ કે એસેસો એન્ડોમેન્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છન્ૈંઁ એલઆઈસી પોલિસીધારકોને મહત્તમ મૂલ્ય અને લાભ પૂરા પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, છન્ૈંઁ સરેન્ડર વેલ્યુના વિચારથી આગળ વધીને કોઈ પોલિસીધારકનું અકસ્માતમાં મૃત્યુ થવાના કે પ્રીમિયમ લેપ્સ થવાના કિસ્સામાં તેમના નોમિનીઓને એસાઇનમેન્ટની તારીખથી લઈને મેચ્યોરિટી તારીખ સુધી વર્ષવાર લાઇફ કવરેજ લાભો આપે છે. આ બધું એક સ્વતંત્ર એસપીવી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે, જેનું સંચાલન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (જીઈમ્ૈં)માં નોંધાયેલી કંપની દ્વારા કરવામાં આવે છે.

એન્ડોમેન્ટ પોલિસીઓ તેની તમામ પોલિસી ઇશ્યુ કરવામાં મહત્વપૂર્ણ ૮૦ ટકાનો ફાળો આપે છે, જે ઇન્શ્યોરન્સ લેન્ડસ્કેપમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જાેકે, તેમાંથી ૫૦ ટકા પોલિસીઓ મેચ્યોરિટી પહેલાં સરેન્ડર કરી દેવામાં આવે છે અથવા તો લેપ્સ થઈ જાય છે.છન્ૈંઁ ન્ૈંઝ્ર વીમો લેનારા લોકોને તેમની પોલિસીઓને સમય પહેલાં સરેન્ડર કરવા માટે એક સરળ વિકલ્પ આપે છે, જેના દ્વારા એ સુનિશ્ચિત કરી શકાશે કે તેઓ પોતાના ભવિષ્યના લાઇફ કવરેજની સુરક્ષા કરતાં કરતાં પણ પોતાની ઇન્શ્યોરન્સ પોલિસી વેલ્યુને અનલૉક કરી શકે.

છન્ૈંઁની મદદથી વીમાધારકો ઝડપી પ્રક્રિયા હેઠળ ઓછા સમયમાં પોતાનું પેમેન્ટ મેળવી શકશે. છન્ૈંઁ હેઠળ તમામ જરૂરી દસ્તાવેજાે પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે ૪૮ કલાકમાં ચુકવણી કરવામાં આવશે.આ ઉપરાંત દસ્તાવેજીકરણ અને દ્ભરૂઝ્ર પ્રક્રિયા જલદીથી જલદી ઓનલાઇન પૂર્ણ કરવામાં આવે છે, જેથી પોલિસીધારક અને તેમના ન્ૈંઝ્ર એજન્ટ બંનેને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution