દેશમાં માત્ર ચાર જ સરકારી બેન્ક રાખવા નીતિ આયોગની મોદી સરકારને સલાહ

દિલ્હી-

દેશના બેન્કિંગ સેક્ટરમાં પણ બહુ જલદી ખાનગીકરણની દિશામાં મોદી સરકાર આગળ વધી શકે છે. નીતિ આયોગે આ માટેની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી દીધી છે. આયોગે કેન્દ્ર સરકારને દેશમાં માત્ર ચાર જ સરકારી બેન્ક રાખવા માટે સલાહ આપી છે. આ ચાર બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્ક સામેલ છે. આ સિવાય બીજા ત્રણ નાની સરકારી બેન્કો પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેન્કનું ખાનગીકરણ કરવાનુ સૂચન કર્યું છે. જ્યારે અન્ય સરકારી બેન્કો બેન્ક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક અને ઈન્ડિયન બેન્કનુ ચાર સરકારી બેન્કોમાં વિલિનીકરણ કરાશે અથવા તો તેમાંથી સરકાર પોતાની ભાગીદારી ઘટાડીને 26 ટકા સુધી જ રાખશે.

ખાનગીકરણ માટે કેટલાક સમય પહેલા કેન્દ્ર સરકારે સ્ટ્રેટેજિક અને નોન સ્ટ્રેટેજિક સેક્ટર નક્કી કર્યા હતા.જે પ્રમાણે બેન્કિંગ સેક્ટર સ્ટ્રેટેજિક સેક્ટરમાં આવે છે.જેમાં માત્ર ચાર સરકારી સંસ્થાઓને મંજૂરી આપી શકાય તેમ છે. આ સંજાેગોમાં સરકાર ચાર જ બેન્ક રાખશે. આ પ્રસ્તાવને બહુ જલદી કેબિનેટ સમક્ષ મુકવામાં આવશે. સરકારના સૂત્રોનુ કહેવુ છઓે કે, બેન્કોને મોટા પાયે મૂડીની જરુર પડવાની છે.આ સંજાેગોમાં જે સરકારી બેન્કોની આર્થિક સ્થિતિ નબળી છે તેના ખાનગીકરણથી સરકારને રાહત મળશે. કારણકે આ બેન્કોમાં સરકારે દર વર્ષે મૂડીરોકાણ કરવુ પડશે.

2015 થી લઈને 2020 સુધીમાં સરકારે બેડ લોનના સંકટથી ઘેરાયેલી બેન્કોમાં 3.2 લાખ કરોડ રુપિયાનુ રોકાણ કરેલુ છે. એ પછી પણ બેન્કનુ માર્કેટ કેપિટલાઈઝેશનનુ સંકટ યથાવત છે અને કોરોનાના કારણે આ સંકટ વધારે ઘેરું બન્યું છે. બેન્કોના ખાનગીકરણ માટે મોદી સરકાર 1970માં બનેલા બેન્કોના રાષ્ટ્રીયકરણના કાયદાને ખતમ કરી શકે છે.આવુ કરવુ સરકાર માટે મુશ્કેલ પણ નહી હોય કારણકે સંસદના બંને ગૃહમાં સરકાર આ બિલ પાસ કરવવા માટે પુરતુ સંખ્યાબળ ધરાવે છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution