ઝુમ બરાબર ઝુમ: પોલીસ કર્મચારી નશાની ચકચૂર હાલતમાં ઝડપાયો, થયો સસ્પેન્ડ

સાબરકાંઠા-

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કાયદાના અમલની જવાબદારી નીભાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ દારૂના નશામાં અવાર-નવાર ઝડપાયા છે. ત્યારે સાબરકાંઠામાં વધુ એક પોલીસ કર્મચારી નશાની ચકચૂર હાલતમાં ઝડપાયો છે. જેમાં દારૂના નશામાં મદમસ્ત બનેલ પોલીસકર્મી હિંમતનગર બી-ડિવિઝનમાં ફરજ બજાવતો ભરત નામનો હેડકોન્સ્ટબલ હોવાનું તાબડતોડ પોલીસકર્મી સામે ગુન્હો નોંધી સસ્પેન્ડ કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ હિંમતનગરમાં નશામાં ધૂત પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે, જેને હિંમતનગરના ન્યાય મંદિરના વિસ્તારનો વીડિયો કહેવામાં આવે છે. જાહેરમાં જ લથડિયા ખાતો પોલીસ જવાન કેમેરામાં કેદ થઈ ગયો હતો. વીડિયો વાયરલ થતાં જ SPએ તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ પર કાયદેસરની કાર્યવાહી કરવાની કરવામાં આવશે તેવું મીડિયાને જણાવ્યું હતું.

 

ન્યાયમંદિર રોડ પર એક પોલીસકર્મી લથડીયા ખાતો હોય તેવો વીડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. ભરચક ટ્રાફિકમાં લોકોના ટોળા વળ્યા હતા અને પોલીસકર્મીનો વીડીયો બનાવી કેટલાક લોકોએ જોતજોતામાં વાયરલ કરી દીધો હતો.  જાહેર રોડ પર મદમસ્ત બની પોલીસ કર્મી લથડીયા ખાઇ રહ્યો હતો. ગુજરાતમાં દારૂ બંધીના છડેચોક ધજાગરા ઉડ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution