જેતપુરની સોની બજારમાં રોકડ સહિત સોનાની લૂંટ, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ

રાજકોટ-

જિલ્લામાં જેતપુરના નાના ચોક સોની બજારમાં ધોળા દિવસે બે અજાણ્યા બાઇક સવારોએ સોની વેપારીની આંખમાં મરચું છાંટીને લૂંટ કરી હતી. અજાણ્યા શખ્સોએ છરીની અણીએ થેલામાં રહેલા 700 ગ્રામ સોનું અને રૂપિયા 2 લાખની રોકડની લૂંટ ચલાવી હતી.પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરીઆ ઘટનામાં ભોગ બનનારા સોની વેપારીને પગમાં ઇજા થતા સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર ઘટનાને લઈને રાજકોટ SP બલરામ મીણા સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેતપુરમાં  બે અજાણ્યા શખ્સોએ સોની વેપારીની આંખમાં મરચું છાંટી છરીની અણીએ રોકડ સહિત સોનાની લૂંટ ચલાવી હતી. જેને લઈને SP બલરામ મીણા, ASP સાગર બાગમાર SOG સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યાં હતા અને સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution