અમદાવાદ-
જિલ્લામાં વિઠલાપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે બાતમીના આધારે વિરમગામ બેચરાજી હાઇવે પર હાંસલપુર નજીક મારુતિ કંપનીની વેગનમાં પોસીલને વિદેશી દારૂનો ભરીને પસાર થવાની છે તેવી બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ગાડીનું ચેકિંગ કરાતા ગાડીમાંથી 70 હજાર 700ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિઠલાપુર પોલીસની ટીમે બેચરાજી હાંસલપુર ચોકડી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથે કાર ઝડપી પાડી હતી. દારૂ અને કાર સાથે કુલ રૂપિયા 3,70,700 નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વિઠલાપુર પોલીસના એમ.એમ.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર, આર.એમ.દેસાઈ સહિતની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, બેચરાજી હાંસલપુર પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કાર પસાર થતા ઉભી રાખવા પોલીસે ઈશારો કર્યો હતો. જોકે કારચાલક નાસી છૂટયો અને રસ્તા પર ટ્રેલર સાથે કાર અથડાઈ હતી.