ઋષિકેશ એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં પોલીસે જીપ દોડાવી

ઋષિકેશ એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં પોલીસે જીપ દોડાવી

ઉત્તરાખંડ :ઋષિકેશ એઈમ્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે કાર લઈને ઈમરજન્સી વોર્ડમાં પ્રવેશી હતી. વાસ્તવમાં અહીં મહિલા ડોક્ટરની છેડતી બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ જીપ લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ હતી. હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની વચ્ચે પોલીસની ગાડી લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.૧૯ મેની સાંજે છૈંૈંસ્જી ઋષિકેશના ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી હતી. તે જ સમયે, સર્જરી વિભાગમાં તૈનાત મહિલા ડૉક્ટરની નર્સિંગ ઓફિસર સતીશ કુમાર દ્વારા છેડતી કરવામાં આવી હતી.આ બાબતના વિરોધમાં હોસ્પિટલના તબીબોએ હડતાળ પર ઉતરી ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે દેખાવો શરૂ કર્યા હતા. એઈમ્સના તબીબોએ ડીનની ઓફિસનો પણ ઘેરાવ કર્યો હતો. ફરિયાદ મળતાં પોલીસે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ આરોપીને પકડવા હોસ્પિટલ પહોંચી હતી.

આ દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઈમરજન્સી વોર્ડની અંદર પડેલા દર્દીઓ વચ્ચે જીપને હંકારી હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સીટીઓ વગાડીને દર્દીઓના સ્ટ્રેચર હટાવતા રહ્યા. વોર્ડમાં પોલીસની જીપ જાેઈ દર્દીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.પોલીસનું કહેવું છે કે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર મૂળ રાજસ્થાનનો છે. તેની સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડ મહિલા આયોગના અધ્યક્ષ કુસુમ કંડવાલે પણ આ ઘટના અંગે છૈંૈંસ્જી વહીવટીતંત્રને મળીને આ મામલે તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી ૨૧ મેના રોજ પીડિત ડોક્ટરે કોતવાલી ઋષિકેશમાં લેખિત ફરિયાદ આપી હતી કે ૧૯ મેના રોજ ટ્રોમા ઓટી કોમ્પ્લેક્સ એઈમ્સના નર્સિંગ ઓફિસર સતીશ કુમારે તેને શારીરિક રીતે હેરાન કરી અને ધમકી આપી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution