વલસાડ-
વલસાડ શહેર ના આઝાદ ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવા આવેલ આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત કરી હતી. દેશ માં વધી રહેલા મહિલાઓ પર અત્યાચાર ને લઈ ને આમ આદમી પાર્ટી ના કાર્યકતાઓ દ્રારા આજ રોજ વલસાડ શહેરના આઝાદ ચોક ખાતે ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જોકે આમ આદમીપાર્ટી દ્વારા કોઈ પણ પ્રદર્શન કરે તે પહેલાં પોલીસ દ્વારા 20 થી વધુ કાર્યકતાઓ ની ધરપકડ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પણ પરવાનગી ન લેવામાં આવી હતી. જેને કારણે પોલીસ દ્વારા તમામ લોકોને પ્રદર્શન કરે તે પહેલાં અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.