રાજપીપળા, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કના સિક્યુરિટી કર્મીને પોલીસે માર માર્યો હોવાનો એક વિડીયો સામે આવ્યો છે.ખાખીની આ દાદાગીરીનો આ કિસ્સો ચર્ચાની ચકડોળે ચઢ્યો છે.જાે કે નર્મદા જિલ્લા પોલીસ વડાએ આ તમામ ટ્રાફિક પોલીસ કર્મીઓને ફરજ મુકુફ કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત નજીકના અન્ય પ્રવાસન સ્થળો પર હાલમાં વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક ખાતે પ્રવાસીઓની સંખ્યા વધતા સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવી રહ્યો હતો.હવે એવા જ સમયે ૫ જેટલા ટ્રાફિક પોલિસ કર્મીઓ જંગલ સફારી પાર્કમાં જઈ રહ્યા હતા.ત્યારે ત્યાં ફરજ પર હાજર એક સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજના ભાગ રૂપે એ પોલીસ કર્મીઓ પાસે એન્ટ્રી પાસની માંગણી કરી હતી.દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ કર્મીઓ વચ્ચે રકજગ થઈ હતી, મામલો વધુ બીચકયો હતો અને એ પોલીસ કર્મીઓએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો.ખાખીની આ દાદાગીરી સામે સિક્યુરિટી કર્મચારીઓએ હડતાળનું હથિયાર ઉગામ્યુ હતું.સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અન વડાપ્રધાન મોદી સુધી ફરિયાદ કરવાની તૈયારીઓ બતાવી હતી.જાે કે અમુક પોલીસ કર્મીઓ સિવિલમાં હતા અને અમુક પોલીસ કર્મીઓ સરકારી ડ્રેસમાં હતા