અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા બે યુવકની પોલીસે પટિયાલાથી ધરપકડ કરી


પટિયાલા:પંજાબ પોલીસે પટિયાલાના રાજપુરાથી બે યુવાનોની ધરપકડ કરી છે જેમને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ ૨૦૨૩માં રાજપુરામાં બંને વિરુદ્ધ હત્યાના આરોપમહ્લૈંઇ નોંધવામાં આવી હતી. જે બાદ બંને ફરાર થઈ ગયા હતા. ધરપકડ કરાયેલા બે યુવાનોના નામ સંદીપ અને પ્રદીપ છે. અગાઉ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૩૩ ગુજરાતીઓનું એક જૂથ અમદાવાદ પહોંચ્યું હતું.અમેરિકાથી દેશનિકાલ કરવા માટે ૧૨૦ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્‌સને લઈને એક ખાસ વિમાન શનિવારે (૧૫મી ફેબ્રુઆરી) મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. આમાંથી ૬૦થી વધુ પંજાબના અને ૩૦ થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજાે સમૂહ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution