બાવળાની નકલી હોસ્પિટલ મામલે પોલીસે ૭ ની ધરપકડ કરી

અમદાવાદ, અમદાવાદના બાવળામાં થોડા દિવસ પહેલા નકલી હોસ્પિટલ ઝડપાઇ હતી. ત્યારે આ મામલે પોલીસને વધુ મોટી સફળતા મળી છે. પોલીસે નકલી હોસ્પિટલ કેસમાં ૭ લોકોની ધરપકડ કરી છે અને બાવળામાં નકલી હોસ્પિટલમી સાથે નકલી લેબોરેટરી પણ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અનન્યા હોસ્પિટલમાંથી પુરાવા નાશ કરવાના ઇરાદે સીસીટીવીનું દીવીઆર રેકોડર ગુમ કરનારની પણ ધરપકડ કરી છે. આ સાથે જ બોગસ પેથોલોજી લેબ ચલાવનારની પણ ધરપકડ કરવામાં આવી છે. કેરાળા જીઆઇડીસી પોલીસે આ તમામ આરોપીઓને ઝડપ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ આરોગ્ય વિભાગના દરોડામાં આ આખી નકલી હોસ્પિટલ ઝડપાઇ હતી. આ હોસ્પિટલ મેહુલ ચાવડા નામનો ગોગસ ડૉક્ટર ચલાવતો હતો. એક બાળકીના મોત બાદ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી. જેમાં પીએચસી સેન્ટરના ડૉક્ટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.બાવળાના નળ સરોવર રોડ પર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્યા મળતી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ત્યાં હોસ્પિટલની નીચે એક મેડિકલ પણ આવેલી છે. ત્યાં ડૉક્ટર મેહુલ ચાવડા કરીને એક નાનો મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચળાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલના સ્ટાફને પણ ડૉક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર હતી નહીં. બોગસ ડૉક્ટર મેહુલ ચાવડા સહિત આ કેસમાં ૩ લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને એમબીબીએસ તબીબ ડૉક્ટર મનીષા અમરેલીયા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ડૉક્ટર ધર્મેન્દ્ર નામના આરોપી વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution