પીઓકે ભારતનો જ એક ભાગ છે ઃઅમે તેને મેળવીને જ રહીશુંઃકેન્દ્રીય ગૃહમંત્રી

પીઓકે ભારતનો જ એક ભાગ છે ઃઅમે તેને મેળવીને જ રહીશુંઃકેન્દ્રીય ગૃહમંત્રી

કોલકતા,

લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે અમિત શાહે ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને લઈને મોટું નિવેદન આપ્યું છે.પીઓકેમાં ચાલી રહેલા હિંસક વિરોધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે,પીઓકે ભારતનો એક ભાગ છે અને અમે તેને મેળવીને જ રહીશું. તેમણે એમ પણ કહ્યું કે, આજે ભારતીય કાશ્મીરમાં નહીં પણ પીઓકેમાં પથ્થરમારો થઈ રહ્યો છે. શ્રીરામપુરમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ એક સમયે અશાંત કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર હવે વિરોધ અને આઝાદીના નારાઓથી ગુંજી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, સરકારે ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે પરંતુ હવે અમે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વિરોધ જાેઈ રહ્યા છીએ. પહેલા અહીં આઝાદીના નારા સંભળાતા હતા હવે એ જ નારા પીઓકેમાં સંભળાય છે. પહેલા અહીં પથ્થરમારો થતો હતો હવે પીઓકેમાં પથ્થરબાજી થઈ રહી છે.પીઓકે પર કબજાે કરવાની માંગને સમર્થન ન આપવા બદલ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું, મણિશંકર ઐયર જેવા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, આવુ ન કરવું જાેઈએ કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે, તે ભારતનો એક ભાગ છે અને અમે તેને (પીઓકે) લઈશું.

અમિત શાહે કહ્યું કે વર્તમાન લોકસભા ચૂંટણી એ ઇન્ડિયા ગઠબંધનના ભ્રષ્ટ નેતાઓ અને પ્રામાણિક રાજકારણી નરેન્દ્ર મોદી વચ્ચે પસંદગી કરવાની ચૂંટણી છે. મોદી મુખ્યપ્રધાન અને વડા પ્ધાન હોવા છતાં તેમના પર ક્યારેય એક પૈસો પણ આરોપ લાગ્યો નથી. તેમણે કહ્યું, પશ્ચિમ બંગાળને નક્કી કરવાનું છે કે તે ઘૂસણખોરો ઈચ્છે છે કે, શરણાર્થીઓ માટે નાગરિકતા સંશોધન કાયદો . બંગાળે નક્કી કરવાનું છે કે, તેમણે જેહાદને મત આપવો છે કે વિકાસને મત આપવો છે.અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પણ સીએએના સમર્થનમાં વાત કરી હતી. ગૃહ પ્રધાને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા અને તેમની મત બેંકને ખુશ કરવા માટે ‘ઘૂસણખોરોના સમર્થનમાં રેલીઓ કાઢવા’ માટે ટીકા કરી હતી. તમને જણાવી દઈએ કે, ભાજપના દિગ્ગજ નેતાઓ સતત પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. હવે અમિત શાહે પીઓકેનો મુદ્દો ઉઠાવીને વિપક્ષને ઘેરી લીધા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોંઘવારી મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમના પર લાઠીચાર્જ કરવા ઉપરાંત પોલીસ ગોળીઓ પણ ચલાવી રહી છે.

કેન્દ્રીય મંત્રી અને બેગુસરાય લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution