મુંબઈ
ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી કેસમાં નવો વળાંક આવ્યો છે કારણ કે ભાગેડુ ઉદ્યોગપતિ તેની એન્ટિગુઆ આશ્રયસ્થળમાંથી કથિત રીતે ગુમ થયો છે. ત્યારબાદથી પોલીસ તેની શોધમાં હતી. એન્ટિગુઆ અને બાર્બુડાના સૂત્રોએ સોમવારે મોડીરાતે ચોક્સી ભારત પ્રત્યાર્પણના ડરથી ક્યુબા ભાગી ગયો છે.
પોલીસ રવિવારથી ચોકસીને શોધી રહી છે. ચોકસી છેલ્લીવાર રવિવારે સાંજે 5.15 વાગે તેની કારમાં જોવા મળ્યો હતો. તેની કાર તો મળી ગઈ છે, પરંતુ ચોકસીની કોઈ જાણ મળી રહી નથી.
14500 કરોડ રૂપિયાનો પીએનબી કૌભાંડનો આરોપી ચોકસી જાન્યુઆરી 2018માં વિદેશ ભાગી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે તે 2017માં જ એન્ટિગુઆ-બારબુડાની નાગરિકતા મેળવી ચૂક્યો હતો. પીએનબી કૌભાંડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી એજન્સીઓ ચોકસીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. ભારતમાં તેની ઘણી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.