મુંબઇ-
શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને પીએમસી બેન્ક ગોટાળાના મામલામાં ઈડી દ્વારા ફરી 11 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.આ પહેલા પાંચ જાન્યુઆરીએ ઈડી દ્વારા વર્ષા રાઉતની પૂછપરછ થઈ ચુકી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે આ મામલામાં ઈડી દ્વારા સૌથી પહેલુ સમન્સ 24 નવેમ્બરે હાજર થવા મોકલાયુ હતુ.એ પછી 11 ડિસેમ્બર અને 29 નવેમ્બરે પણ પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ મોકલવામાં આવી હતી.
આ મામલામાં સંજય રાઉતની નિકટના મનાતા પ્રવીણ રાઉતને થોડા દિવસ પહેલા ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.જેમાં ખબર પડી હતી કે, પ્રવીણ રાઉતની પત્નીના બેન્ક એન્કાઉન્ટમાંથી સંજય રાઉતની પત્નીના બેન્ક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો થયા હતા.આ લેવડ દેવડ 54 લાખ રુપિયાની હતી.જેના કારણે વર્ષા રાઉત શંકાના દાયરામાં આવ્યા હતા.
ઈડી આ સંદર્ભમાં વર્ષા રાઉતની પૂછપરછ કરી રહી છે.કારણકે આ રકમ પીએમસી બેન્કમાંથી કોની પાસે પહેલા ગઈ અને ત્યાંથી કેવી રીતે પ્રવીણ રાઉતના પત્નીના એકાઉન્ટમાથી વર્ષા રાઉતના એકાઉન્ટમાં પહોંચી તે ઈડી જાણવા માંગે છે.