બાંગ્લાદેશ સાથે સંબંધો વધારે મજબૂત કરવા મોદી આજે આવી શરૂઆત કરશે

દિલ્હી-

પીએમ મોદી આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા દ્વિપક્ષીય અને મૈત્રીપૂર્ણ સંબંધોના પ્રતીક ‘મૈત્રી સેતુ’ નું ઉદઘાટન કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરામાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

પીએમ સબરૂમમાં એકીકૃત ચેકપોસ્ટની સ્થાપના માટે શિલાન્યાસ પણ કરશે. આનાથી બંને દેશો વચ્ચે સામાન અને મુસાફરોની અવરજવર સરળ થશે પૂર્વોત્તર રાજ્યોના ઉત્પાદનો માટે બજારની નવી તકો મળશે અને ભારત અને બાંગ્લાદેશના મુસાફરોને અવર જવરમાં સરળતા રહેશે.આશરે ૨૩૨ કરોડ રૂપિયાના ખર્ચે ભારતના લેન્ડ પોર્ટ ઓથોરિટી દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.

પીએમ મોદી કૈલાશહેરમાં ઉનાકોટી જિલ્લા મુખ્ય મથકને ખોવાઈ જિલ્લા મુખ્યાલયથી જાેડતા એચએચ -૨૦૮ નો શિલાન્યાસ પણ કરશે. આ નેશનલ હાઇવે ૪૪ નો વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. નેશનલ હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે રૂ. ૧૦૭૮ કરોડના ખર્ચે ૮૦ કિ.મી. લાંબા એન.એચ. ૨૦૮ પ્રોજેક્ટનું નિર્માણ હાથ ધર્યું છે.

આ ઉપરાંત રાજ્યના રાજમાર્ગો અને સરકાર દ્વારા વિકસિત અન્ય જિલ્લા રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં નાણાકીય ખર્ચ ૬૩.૭૫૭૫ કરોડ થશે. જે ત્રિપુરાના લોકોને ઓલ-વેધર કનેક્ટિવિટી પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) અંતર્ગત રૂ. ૮૧૩ કરોડના ખર્ચે ૪૦૯૭૮ મકાનોનું ઉદઘાટન કરવામાં આવશે. આ સાથે વડા પ્રધાન અગરતલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નિર્માણ થયેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન પણ કરશે.

પીએમ મોદી જૂના મોટર સ્ટેન્ડમાં મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના વિકાસ માટે શિલાન્યાસ કરશે. આશરે ૨૦૦ કરોડના ખર્ચે તેનો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત વડા પ્રધાન લીચુબાગનથી એરપોર્ટ સુધીના હાલના માર્ગને બે લેનથી ચાર માર્ગીય કરવા માટેનો શિલાન્યાસ પણ કરશે. આ કામ અગરતલા સ્માર્ટ સિટી મિશન દ્વારા લગભગ ૯૬ કરોડના ખર્ચે અમલમાં મૂકવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution