દિલ્હી-
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને લઈને મંગળવારે સરકાર પર નિશાન સાધ્યુ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી માટે નવુ ઘર બનાવવાની જગ્યાએ સંસાધનનો ઉપયોગ લોકોનો જીવ બચાવવા માટે કરવામાં આવે તો સારુ રહેશે. કોંગ્રેસ મહાસચિવે ટ્વીટ કરીને લખ્યું કે જ્યારે દેશમાં લોકો ઓક્સિજન, વેક્સિન, હૉસ્પિટલ, બેડ, દવાઓની અછતથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે સરકાર રૂપિયા 13,000 કરોડથી પ્રધાનમંત્રી માટે નવુ ઘર બનાવવાની જગ્યાએ બધા સંસાધન લોકોનો જીવ બચાવવામા કામમાં નાખે તો સારુ રહેશે. પ્રિયંકાએ કહ્યું કે આ રીતના ખર્ચાઓથી જનતાને એ સંદેશ જાય છે કે સરકારની પ્રાથમિકતાઓ કોઈ બીજી દિશામાં છે.
કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે સરકાર દ્વારા રચાયેલી એક વિશેષ સમિતિને કહ્યું કે મહત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ નિર્માણ ડિસેમ્બર 2022 સુધી પૂર્ણ થઈ જશે. સમિતિએ આ પરિયોજના માટે પોતાની મંજૂરી આપી છે.આ પરિયોજનાને વિકસિત કરી રહેલા સીપીડબ્લયૂડીએ વિશેષજ્ઞ મૂલ્યાંકન સમિતિને સૂચિત કર્યુ કે સંસદની ઈમારતના વિસ્તાર અને સંસદની નવી ઈમારતનું નિર્માણ નવેમ્બર 2022 સુધી પૂર્ણ થઈ જશે અને પ્રધાનમંત્રી આવાસનું નિર્માણ 2022 સુધી પૂર્ણ કરી લેવામાં આવશે.પર્યાવરણ મંત્રાલય પહેલા જ સંસદની અત્યારની ઈમારતના વિસ્તાર અને રિનોવેશનને મંજૂરી આપી ચૂક્યુ છે. જો 13,450 સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજનાનો હિસ્સા છે. ગયા મહીને એક બેઠકમાં ઈએસીએ જણાવ્યું કે કેન્દ્રીય સચિવાલય અને પ્રધાનમંત્રી આવાસના પુનર્વિકાસ માટે પર્યાવરણ મંજૂરી માટે ભલામ