પ્રધાનમંત્રી FAO ની 75મી વર્ષગાંઠ નિમિત્તે રૂપિયા 75ના ચલણી સિક્કાનું વિમોચન કરશે

દિલ્હી-

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબર 2020ના રોજ ખાદ્ય અને કૃષિ સંગઠનની 75મી વર્ષગાંઠ નિમિત્તે એફએઓ સાથે ભારતના ચિરકાલિન સંબંધોના સન્માનમાં રૂપિયા 75ના ચલણી સિક્કાનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે તાજેતરમાં જૈવિક સુધારા સાથે તૈયાર કરવામાં આવેલી 8 પાકોની વિવિધ 17 પ્રજાતિઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કાર્યક્રમના પગલે સરકાર દ્વારા કૃષિ અને પોષણને આપવામાં આવતી સર્વાધિક પ્રાથમિકતા સ્પષ્ટ થાય છે અને દેશમાં ભૂખ, કુપોષણ તેમજ અલ્પપોષણની સમસ્યાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો આ પુરાવો છે. આ પ્રસંગે દેશભરમાંથી આંગણવાડી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, જૈવિક અને બાગાયત મિશનો પણ ભાગ લેશે. કેન્દ્રીય કૃષિ મંત્રી, નાણાં મંત્રી અને ડબલ્યુસીડી મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. નિઃસહાય વર્ગો અને વિશાળ જનસમુદાયને આર્થિક અને પોષણની દ્રષ્ટિએ સશક્ત બનાવવાની એફએઓની સફર અજાેડ છે.

એફએઓ સાથે ભારત ઐતિહાસિક જાેડાણ ધરાવે છે. ભારતીય જાહેર સેવા અધિકારી ડૉ. બિનય રંજન સેને 1956-67 દરમિયાન એફએઓના મહા નિદેશક તરીકે સેવા આપી હતી. 2020માં નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર વિશ્વ અન્ન કાર્યક્રમની સ્થાપના આ સમયમાં જ કરવામાં આવી હતી. 20165 ને કઠોળનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવાની ભારતની દરખાસ્તને એફએઓ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ભારતે 100 મિલિયન લોકોને લક્ષ્યમાં રાખીને પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે જેનો મૂળ ઉદ્દેશ લોકોમાં કુંઠિતા, કુપોષણ, એનેમિયા અને ઓછો જન્મદર ઘટાડવાનો છે. કુપોષણ એ વૈશ્વિક સમસ્યા છે અને લગભગ એક અબજથી વધારે લોકો પોષણના અભાવથી પીડાઇ રહ્યાં છે. બાળકોમાં થતા લગભગ 45% મૃત્યુ કુપોષણ સાથે જાેડાયેલા હોય છે.

યોગ્ય રીતે જ, સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા 17 ટકાઉક્ષમ વિકાસના લક્ષ્યોમાંથી એક આ પણ છે. આંતરરાષ્ટ્રીય પ્રાથમિકતાને અનુરૂપ, લોહતત્વ, ઝીંક, કેલ્શિયમ, કુલ પ્રોટીન, લાઇસિન અને ટ્રાઇપ્ટોફેન સાથે પ્રોટીનની ગુણવત્તા, એન્થોસાયનીન, પ્રોવિટામીન છ અને ઓલેઇક એસિડ, અને પોષણ વિરોધી પરિબળોના ઘટાડેલા સ્તર વગેરે સાથે ભરપૂર પોષકતત્વો ધરાવતા પાકની પ્રજાતિઓના વિકાસને સરકાર દ્વારા સર્વાધિક પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદના નેતૃત્ત્વમાં રાષ્ટ્રીય કૃષિ સંશોધન તંત્ર દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આવી ૫૩ પ્રજાતિઓનો વિકાસ કરવામાં આવ્યો છે. 2014 પહેલાંના સમયમાં માત્ર એક જ જૈવિક રીતે સુધારા કરેલ પાકની પ્રજાતિ ઉપલબ્ધ હતી

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution