UNSCમાં ભારતની જીત બાદ પ્રથમ વખત PM મોદી UNને સંબોધિત કરશે

દિલ્હી-

UNના 75માં સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ન્યૂયોર્કમાં યોજાનારા કાર્યક્રમને પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધિત કરશે. યુએનમાં ભારતના પરમેનન્ટ પ્રતિનિધિ ટી એસ તિરુમૂર્તિના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ભારતની જીત બાદ પીએમ મોદીનું યુએનમાં આ પહેલું ભાષણ છે. પીએમ મોદીએ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં સંબોધન કર્યું હતું. ત્યારે પીએમ મોદીએ ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને આતંકવાદ વિરૂદ્ધ એકજૂટ થવાનું આહ્વાન કર્યું હતું.ચાલુ વર્ષની શરૂઆતમાં ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય બન્યું છે. ભારતને 192 બૈકી 184 મત મળ્યા હતા.જણાવી દઈએ કે, ભારત 2 વર્ષ માટે યુએન સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. ભારતના પક્ષમાં 192 માંથી 182 વોટ મળ્યા હતા. ભારતના પાછળના કાર્યકાળ 1 જાન્યુઆરી 2021માં પૂર્ણ થનાર હતો. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, રશિયા અને ચીન યુએન સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો છે. આ ઉપરાંત 10 અસ્થાયી સભ્યો હોય છે. જેમાંથી 50% સભ્યો દર વર્ષે 2 વર્ષ માટે ચૂંટવામાં આવે છે.

ભારતનો પાછલો કાર્યકાળ પહેલી જાન્યુઆરી, 2021ના રોજ સમાપ્ત થવાનો હતો. અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, ફ્રાંસ, રૂસ અને ચીન સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્ય છે અને તે સિવાય 10 અસ્થાયી સદસ્ય હોય છે. તે પૈકીના અડધા દર વર્ષે બે વર્ષ માટે પસંદગી પામે છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution