દિલ્હી-
બોલીવુડ અને સ્પોર્ટસ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત અને ક્યૂટ કપલ્સમાંથી એક એવા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ છે. આ જોડીએ વિશ્વના ટોપ 25 ગ્લોબલ ઇન્સ્ટાગ્રામ ઈન્ફલ્યુએન્સર્સની યાદીમાં સ્થાન બનાવ્યું છે.
આ લિસ્ટને ગ્લોબલ ડેટા કલેકશન અને એનાલિસિસ કરનાર પ્લેટફોર્મ હાઈપ ઓડીટરએ જાહેર કર્યું છે. દુનિયાભરના લોકોને પ્રભાવિત કરતાં સિલેબ્સના આ લિસ્ટમાં વિરાટ કોહલી 11માં ક્રમે છે સાથે જ તે આ લિસ્ટમાં સૌથી વધારે રેંક ધરાવતા ભારતીય બન્યો છે. જ્યારે અનુષ્કા શર્મા આ યાદીમાં 24માં ક્રમે છે.
આ લિસ્ટ માટે 1000 સેલિબ્રિટીઝના ઈંસ્ટા અકાઉન્ટને તેની ઓડિયંસની ગુણવત્તા અને ઓથેંટિક ઈંગજમેન્ટના આધારે રેન્ક કરવામાં આવ્યા હતા. જેમાં જોવામાં આવે છે કે આ સ્ટાર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મસની મદદથી લોકોમાં જાગૃતિ લાવવા, સશક્તિકરણ અને પોતાની વાતથી લોકોને પ્રેરીત કરવા કેટલા સક્ષમ છે. આ લિસ્ટમાં ટોપ પર છે પોર્તુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો. વિરાટ કોહલી 11, વડાપ્રધાન મોદી 17માં સ્થાને, અનુષ્કા શર્મા 24માં સ્થાને છે. જ્યારે ટોપ 50ની વાત કરીએ તો તેમાં દીપિકા પાદુકોણ, કટરીના કૈફનો પણ સમાવેશ થયો છે તેઓ અનુક્રમે 47 અને 43માં સ્થાને છે.