દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક રમતોમાં ભાગ લેનાર ભારતીય રમતવીરોને સંબોધિત કર્યા. 54 સભ્યોની ભારતીય ટુકડી ટોક્યોમાં યોજાનારી પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહી છે. આ દરમિયાન પીએમ મોદીએ તમામ ભારતીય રમતવીરોને પ્રોત્સાહિત કર્યા છે. પેરાલિમ્પિક ગેમ્સ 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2021 સુધી યોજાશે.આ પ્રસંગે કેન્દ્રીય રમતપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે દેશભરના રમતવીરોને ટેકો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ઠાકુરે કહ્યું કે, તમારું પ્રોત્સાહન યુવાનોને રમતો અપનાવવા અને તેમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે. તમને જણાવી દઈએ કે યુવા બાબતો અને રમત મંત્રાલય અનુસાર 9 અલગ અલગ રમતોમાંથી 54 પેરા રમતવીરો દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જશે. પેરાલિમ્પિક ગેમ્સમાં આ ભારતની સૌથી મોટી ટુકડી છે. ભારતીય રમતવીર 27 ઓગસ્ટના રોજ પુરુષો અને મહિલાઓની તીરંદાજી સ્પર્ધાઓથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક રમતોમાં ભાગ લેનારા ભારતીય રમતવીરોને સંબોધિત કર્યા હતાં. આ દરમિયાન તેમણે ભારતીય પેરાલિમ્પિક રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતાં.