દિલ્હી-
પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની પ્રથમ પુણ્યતિથિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, "સુષ્મા જીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર નમસ્કાર, તેમના નિધનથી દરેકને દુ:ખ થયું. તેમણે દેશની સેવા કરી છે તેઓ વિશ્વમાં ભારતની એક મજબૂત અવાજ હતા." પીએમ મોદીએ આ સાથે સુષ્મા સ્વરાજની પ્રાર્થના સભામાં આપેલા સંબોધનને પણ શેર કર્યું હતું.
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ટ્વિટ કર્યું કે, "નમ્રતાના પ્રતીક, સરલ અને તીક્ષ્ણ વક્તા, પદ્મ વિભૂષણ શ્રીમતી સુષ્મા સ્વરાજ જી, પૂર્વ કેન્દ્રીય પ્રધાનને નમન."સુષ્મા સ્વરાજ વિશે નડ્ડાએ કહ્યું કે, તે હંમેશા જાહેર સેવાને પ્રાધાન્ય આપતા હતા. રાષ્ટ્ર નિર્માણમાં તેમનું કાર્ય અને સંઘર્ષ કયારે ન ભુલાયે તેમ છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમને તેમની પ્રેરણા ગણાવ્યા અને કહ્યું કે, આજે તેમને ખુબ યાદ કરવામાં આવે છે.માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યું છે કે, "દેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને શક્તિશાળી વક્તા, સુષ્મા સ્વરાજ જીની પુણ્યતિથિને ભાવભરી શ્રદ્ધાંજલિ." તેમણે કહ્યું કે, દેશમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.