વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક રમતના સમાપન પર ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી: ભવિષ્ય માટે શુભકામના પાઠવી


નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ સમાપન સમારોહ સાથે સમાપ્ત થઈ ગયું છે. આ અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઠ પર પોસ્ટ કરીને ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘પેરિસ ઓલિમ્પિકના સમાપન પર, હું ગેમ્સ દરમિયાન સમગ્ર ભારતીય ટુકડીના પ્રયાસોની પ્રશંસા કરું છું. તમામ ખેલાડીઓએ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને દરેક ભારતીયને તેમના પર ગર્વ છે. અમારા રમતગમતના હીરોને તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ એથ્લેટ્‌સ સાથે ફોન પર વાત કરતા જાેવા મળ્યા હતા. ઁસ્એ પોતે દેશ માટે મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને ફોન કરીને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને દેશ માટે મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ખેલાડીઓમાં ભારતીય મહિલા શૂટર્સ મનુ ભાકર, સરબજાેત સિંહ, સ્વપ્નિલ કુસલે, નીરજ ચોપરા, અમન સેહરાવત અને ભારતીય હોકી ટીમ આ વર્ષે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ માટે ૧૧૭ ખેલાડીઓની ટુકડી મોકલી હતી, જેમણે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન માત્ર ૪ વ્યક્તિગત ખેલાડીઓ જ ભારત માટે મેડલ મેળવી શક્યા. જેમાં મનુ ભાકરના બે મેડલ સામેલ છે, જ્યારે એક મેડલ ભારતીય હોકી ટીમે જીત્યો છે, આ ટીમમાં ૧૧ ખેલાડીઓ મેદાન પર ભારત માટે રમતા જાેવા મળ્યા હતા. ભારત માટે, ઁફ સિંધુ અને શરથ કમલ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ ના ઉદ્‌ઘાટન સમારોહમાં ધ્વજ ધારક હતા, જ્યારે મનુ ભાકર અને ઁઇ શ્રીજેશ સમાપન સમારોહમાં ધ્વજ ધારણ કરતા જાેવા મળ્યા હતા. આ સમાપન સમારોહમાં અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા ટોમ ક્રુઝે સ્ટંટ કર્યા હતા. આ સાથે યુએસની ગેબ્રિએલા સરમિએન્ટો વિલ્સન, પોપ સિંગર બિલી ઈલિશ અને રેપર સ્નૂપ ડોગે રેપ ગીતો ગાઈને દર્શકોને ખુશ કર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution