દિલ્હી-
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, કૂચ-બિહારના શીતલકુચીમાં મતદાન દરમિયાન, થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. સિલિગુડીમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં, વડા પ્રધાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતુ, અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ હતુ. વડા પ્રધાને ચૂંટણી પંચને, દોષિતોને ઓળખવા અને તેમને કડક સજા કરવા જણાવ્યુ હતુ. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, 'બંગાળમાં ગુંડાગીરી ચાલશે નહીં. દીદી અને તેના ગુંડાઓ, જેટલા જલ્દી આ વાત સમજી જાય, તે તેમના માટે સારું હશે.'
નોંધનીય છે કે, ચોથા ચરણના મતદાન દરમિયાન, તૃણમૂલ સમર્થકોએ કુચબિહારમાં શીતલકુચીમાં, કેંદ્રીય દળોના જવાનોને ઘેરી લઈને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સૈનિકોએ કરેલા ફાયરિંગમાં ચાર લોકો માર્યા ગયા હતા, અને ચાર લોકો ઘાયલ થયા હતા.