ગાંધીનગર-
પ્રધાનમંત્રીના પદ પર બિરાજમાન થયા બાદ જ્યારે જ્યારે પીએમ મોદી ગુજરાત આવ્યા છે ત્યારે ત્યારે તેઓએ માતા હીરાબાના આર્શીવાદ લીધા છે. તેઓ ગુજરાતના દરેક પ્રવાસ દરમિયાન માતા હીરાબાને મળવા હંમેશા પહોંચ્યા છે. જોકે, આજે તેઓ એરપોર્ટથી નીકળીને ગાંધીનગર ગયા હતા, જ્યાં તેઓ કેશુબાપા અને કનોડિયા પરિવારને મળ્યા હતા. પરંતુ આ મુલાકાતમાં તેઓ હીરાબાને મળે તેવી શક્યતા હતા. જોકે, તેઓ ગાંધીનગરથી સીધા જ કેવડિયા જવા રવાના થયા હતા. પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસના શિડ્યુલ સતત ચેન્જ થતા રહ્યા છે.
અગાઉ તેઓ દિલ્હીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુભાઈના નિધન થતા તેઓના કાર્યક્રમમાં બદલાવ થયો હતો. તેઓ કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપવા જવાના હતા. પરંતુ આજે સવારે તેમના શિડ્યુલમાં ફરીથી ચેન્જ આવ્યો હતો. તેમના શિડ્યુલમાં કનોડિયા પરિવારની મુલાકાત ઉમેરાઈ હતી. જોકે, આવામા તેઓ હીરાબાને મળવા જશે કે નહે તે નક્કી ન હતું. હીરાબાને મળવાનુ તેમના શિડ્યુલમાં ન હતુ. પરંતુ તેઓ મળવા જાય તે શક્યતાથી હીરાબાના ઘરની બહાર સિક્યુરિટી ગોઠવાઈ હતી. જોકે, કેશુબાપા અને કનોડિયા પરિવારને સાંત્વના આપીને પીએમ મોદી કેવડિયા જવા રવાના થયા હતા.