ત્રીજી વેવને આમંત્રણ? શનિ-રવિ બે દિવસમાં 50 હજાર લોકો SOU જોવાં આવ્યાં!
કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ? શનિ-રવિ બે દિવસમાં SOU નિહાળવા 50 હજારથી વધુ પ્રવાસી આવ્યા | SOUને જોવા 2 વર્ષમાં 42 લાખ પ્રવસીઓ આવી ચુક્યા છે | દિપક પટેલ, નર્મદા: કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઓછું થતા સરકારે પ્રવાસન ધામો ખુલ્યા મુક્યા છે. ત્યારે કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ફરવાનું સ્થળ બન્યું છે. હાલ શનિવાર અને રવિવારની રજામાં 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જોકે, તંત્ર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ પ્રવાસીઓ જ સોશિયલ ડિસ્ટન્સીગના ધજાગરા ઉડાવી રહ્યા છે, જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેમ ફરી રહ્યાં છે.
PM Modi Expresses Concern Over Possible Third Wave Of Corona & People Directly Inviting Corona |
#modi #corona #covid-19 #public #people #statueofunity