હે..લો..પ્રાઈમ મિનીસ્ટર, અફઘાનિસ્તાન સંકટ પર PM મોદીએ રશિયાનાં PM પુટીન સાથે 45 મિનિટ ચર્ચા કરી

દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. બંનેની આ વાતચીત લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે વાતચીત થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર વાત કરી.


આ અંગે માહિતી આપતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે. મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે અફઘાનિસ્તાનના તાજેતરના વિકાસ પર વિગતવાર અને ફળદાયી ચર્ચા કરી હતી. અમે કોવિડ -19 સામે ભારત-રશિયા સહયોગ સહિત દ્વિપક્ષીય એજન્ડાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. મળતી માહિતી મુજબ બંને નેતાઓએ આ દરમિયાન અફઘાનિસ્તાનના તાજા હાલાત અને બંને દેશોના સહયોગ અંગે ચર્ચા કરી. અત્રે જણાવવાનું કે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અગાઉ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ અફઘાનિસ્તાન મુદ્દે વાત કરી હતી. હાલ તમામ દેશો અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંકટ પર નજર રાખી રહ્યા છે. આ સાથે જ કાબુલ એરપોર્ટથી રેસ્ક્યૂ ઓપરેશનને લઈને પણ તમામ દેશો વચ્ચે સહયોગ ચાલુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution