PM મોદી UNGA ના 76 માં સત્રને સંબોધવા ન્યૂયોર્ક પહોંચ્યા, લોકોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા

ન્યૂયોર્ક-

અમેરિકાના વ્હાઈટ હાઉસમાં શુક્રવારે યોજાયેલી ક્વાડ દેશોની બેઠકમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચ્યા છે. પહોંચ્યા બાદ પીએમ મોદી હોટલની બહાર લોકોને મળ્યા અને આ દરમિયાન 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા પણ લગાવવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે આજે (25 સપ્ટેમ્બર) તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 76 માં સત્રને સંબોધવા જઈ રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 76 મો સત્ર  ભારત માટે ખૂબ જ ખાસ છે. કારણ કે ભારત યુએન સિક્યુરિટી કાઉન્સિલના અધ્યક્ષ છે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં છે. આવી સ્થિતિમાં ભારત વિશ્વના તમામ દેશો સામે પોતાની વાત મક્કમતાથી મૂકી શકે છે. ટીએસ તિરુમૂર્તિએ તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે યુએનજીએમાં આબોહવા પરિવર્તન, ટકાઉ વિકાસ, રસી ઉપલબ્ધતા, આર્થિક મંદી, મહિલા સશક્તિકરણ, સરકારમાં મહિલાઓની ભાગીદારી, આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વર્તમાન સત્રમાં ભારત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જોરશોરથી ઉઠાવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારત વર્તમાન 76 માં સત્રમાં આતંકવાદ, આબોહવા પરિવર્તન, કોરોના રસીની ઉપલબ્ધતા જેવા મુદ્દાઓ ઉઠાવશે. 

કોવિડ -19 રોગચાળાએ યુએનજીએમાં વિશ્વ નેતાઓના મહત્વપૂર્ણ મેળાવડાને અસર કરી છે. યુ.એસ. માં રોગચાળાની પરિસ્થિતિમાં થોડો સુધારો અને રસીકરણના પગલાં લીધા બાદ સંયુક્ત રાષ્ટ્રએ 76 મી UNGA ને હાઇબ્રિડ ફોર્મેટમાં યોજવાની મંજૂરી આપી છે.

તેમણે કહ્યું કે યુએનજીએના 76 માં સત્રમાં કોરોના મહામારી અને અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ જેવા મુદ્દાઓ અગ્રણી રહેશે. આ સિવાય આર્થિક મંદી, આતંકવાદ, આબોહવા પરિવર્તન, મધ્ય એશિયા અને આફ્રિકામાં સરહદી વિવાદો જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution