પીઆઇડીઃ જલ્દી નહીં પકડાતો દુઃસાધ્ય રોગ

અજાણ્યો અને ધીમે ધીમે ઘર કરતો સ્ત્રી રોગ એટલે પેલવિક ઇન્ફ્લેમેટરી ડિસિઝ જે સ્ત્રી જનનાંગોનો એક પ્રકારનો સોજાે છે અને જલ્દી નિદાનમાં પકડાતો નથી.

પીઆઇડીઃએ એક ગંભીર ગણી શકાય એવો અને ઓછો જાણીતો રોગ છે. આ રોગ મોટાભાગે જલ્દી પકડમાં આવતો નથી. ડોક્ટર ઘણા બધા રોગોની સારવાર કરે ત્યારે આ રોગ પકડાય છે અને તેની સારવાર પણ ખૂબ અઘરી છે. આ રોગ જલ્દી મટતો નથી અને વારંવાર થયા પણ કરે છે. આ કારણોસર મહિલાઓ આ રોગમાં ખૂબ જ માનસિક ત્રાસનો અનુભવ કરે છે, બેચેન રહ્યા કરે છે તેમજ કોઈ પણ કામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. આથી આ રોગને જલ્દી ઓળખીને તેની સારવાર શક્ય એટલી જલ્દી કરાવવી ખૂબ જ જરૂરી છે.

પીઆઇડીઃ એ એક પ્રકારનો ચેપ અને સોજાે છે જે સ્ત્રી જનનાંગો જેવા કે ગર્ભાશય, ફેલોપીયન ટ્યુબ, બીજાશય, અને તેની આસપાસના બધા અંગોને પ્રભાવિત કરે છે.

 કોને થઈ શકે ?

--કિશોરાવસ્થામાં - જે શરૂઆતમાં માસિકમાં આવે

--સેક્સ વર્કરને(એક કરતાં વધુ પાર્ટનર હોવાથી)

--ગર્ભનિરોધક ગોળીનો વપરાશ નથી કરતા તેમને

--અગાઉ આ રોગ જેને થયેલો હોય તેને ફરી પણ થઈ શકે

--વિશેષ પ્રકારના બેક્ટેરિયા જેવા કે ય્ર્ર્હર્ષ્ઠષ્ઠષ્ઠૈ , ષ્ઠરઙ્મટ્ઠદ્બઅઙ્ઘૈટ્ઠ જેવા ઇન્ફેકશનથી

બચાવ શેનાથી થઈ શકે ?

--ગર્ભ નિરોધક ગોળીનો તેમજ સેક્સ દરમિયાન કોન્ડોમનો વપરાશ કરવાથી એકબીજામાં ચેપને ફેલાતો રોકી શકાય છે.

--ગર્ભવસ્થા દરમિયાન આ રોગ થતો નથી.

--મેનોપોઝ દરમિયાન આ રોગ થતો નથી.

--જેને માસિક આવતું નથી તેને થતો નથી.

--એજાેસ્પેર્મિયા(પુરુષમાં શુક્રાણુની સંખ્યા શૂન્ય હોવી) જેવા કેસમાં

બે પ્રકારો

આ રોગના છષ્ઠેંી અને ષ્ઠરિર્હૈષ્ઠ એવા બે મુખ્ય પ્રકાર છે. ટ્ઠષ્ઠેંી એટ્‌લે કે નવો થયેલો રોગ અને ષ્ઠરિર્હૈષ્ઠ એટ્‌લે જૂનો રોગ. પીઆઈડીના મુખ્ય પાંચ સ્ટેજ હોય છે, જેની શરૂઆત મુખ્યત્વે ફેલોપીયન ટ્યુબના સોજાથી થાય છે અને અલગ અલગ સ્ટેજમાં તે ધીમે ધીમે સમગ્ર શરીરમાં ફેલાઈ ને જનનાંગોના ટીબીનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

લક્ષણો

--મોટાભાગે નાની ઉંમરમાં વધુ થાય છે, જેની ડિલિવરી હમણાં થઈ હોય તેને અને સેક્સ્યુઅલી એક્ટિવ હોય તેમાં વધુ જાેવા મળે છે.

--ક્યારેક લક્ષણો મળે ના મળે જેવી પરિસ્થિતી હોય છે.

--પેઢામાં સતત ઝીણો દુઃખાવો થવો.

--સાથળ અને તેના આસપાસ ના ભાગમાં દુઃખાવો.

--ચડઉતારવાળો તાવ સતત આવવો.

--ઉલ્ટી ઊબકા અને માથાનો દુઃખાવો.

--યોનિમાર્ગમાંથી સતત ચીકણો અને ઘટ્ટ દુર્ગંધયુક્ત પ્રવાહી સ્ત્રાવ આવવો.

--સેક્સ દરમિયાન દુઃખાવો થવો.

--અનિયમિત માસિક આવવું અને માસિક વધુ આવવું.

--પેટમાં જમણી બાજુ સતત દુ;ખાવો થવો.

સારવાર

એલોપેથીમાં એન્ટીબાયોટીક અને દુઃખાવાની દવાઓ સિવાય બીજાે કોઈ ઈલાજ નથી.

આયુર્વેદની દ્રષ્ટિએ પરિપલૂતા યોનિ વ્યાપદ અને પિત્તલા યોનિ વ્યાપદ આ રોગ સાથે સમાનતા ધરાવે છે .

મોટા ભાગે વાયુના લીધે આ રોગ થતો હોય છે. બગડેલો વાયુ શરીરમાં આમતેમ ફરીને સોજાે ઉત્પન્ન કરે છે,આ વાયુ ધીમે ધીમે સ્ત્રોતો દુષિત કરે છે અને તેનાથી દોષોની અતિ પ્રવૃતિ થાય છે.

આ સોજાના લીધે દોષોનો સંગ થાય એટ્‌લે કે એકબીજા સાથે ભેગા થાય અને રોગ ઉત્પન્ન કરે છ.ે

આયુર્વેદમાં આ રોગની સંપૂર્ણ સારવાર શક્ય છે. જેમાં વાયુનું અનુલોમન એટ્‌લે કે ખરાબ વાયુને ગુદા માગ થી બહાર કાઢવો, આમ(શરીરમાંના ખરાબ તત્વો)નું પાચ , યોનિ પ્રક્ષાલન એટ્‌લે કે યોનિની માર્ગની વિશેષ દવાઓ દ્વારા સફાઈ, યોનિ પીચુ(યોનિમાર્ગમાં મૂકવામાં આવતું પોતું), યોનિ વર્તી(યોનિ માર્ગમાં મૂકવા માટેની વિશેષ ટીકડી)નો ઉપયોગ થાય છે.

ખાવાપીવાની વિશેષ પરેજી અને તે સિવાય યોગ્ય દવા અને પંચકર્મ સારવારથી તે સંપુર્ણપણે મટી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution