નવી દિલ્હી :
પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે સોમવારે રાત્રે ફોન પર લાંબી વાતચીત થઇ હતી. બંને નેતાઓ વચ્ચે કોરોના વાયરસ સંક્રમણ, દવાઓ અને ભારતને વેક્સીન નિર્માણ માટે કાચા માલની નિર્વિધ્ન આપૂર્તિ સહિત ઘણા મુદ્દા પર ચર્ચા થઇ છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ કોવિશીલ્ડના કાચા માલને ભારતમાં મોકલવા પર પોતાની સહમતી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને રવિવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે મહામારાની શરૂઆતમાં જ્યારે અમારા હોસ્પિટલો ભર્યા હતા અને તે સમયે ભારતે જે રીતે અમેરિકાની મદદ કરી હતી. બરાબર તેવી જ રીતે અમે પણ જરૂરિયાતના સમયે ભારતની મદદ કરવા માટે કટિબદ્ધ છીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત પછી પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. પ્રધાનમંત્રીએ લખ્યું કે બંને દેશોમાં કોરોના વાયરસની ઉભરતી પરિસ્થિતિ પર અમે વિસ્તારથી ચર્ચા કરી. મેં રાષ્ટ્રપતિ બાઇડેનને અમેરિકા દ્વારા ભારતની મદદ કરવા પર આભાર વ્યક્ત કર્યો. અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતને કોરોના વાયરસ વેક્સીન માટે કાચા માલ અને દવાની આપૂર્તિના મહત્વને દોહરાવ્યું છે. ભારત અને અમેરિકી હેલ્થકેયરની પાર્ટનરશિપ કોરોના વાયરસની વૈશ્વિક પડકારને નિપટાવી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂતે સોમવારે કહ્યું કે વોશિંગ્ટન કોવિડ-19ના કેસમાં ભયાવહ વુદ્ધિનો સામનો કરી રહેલા ભારતની મદદ માટે 24 કલાક કામ કરશે અને તે વેક્સીન માટે કાચી સામગ્રી, ઓક્સિજન ઉત્પાદન આપૂર્તિ અને ટિકાકરણ વિસ્તાર માટે વિત્તીય સહાયતા સહિત દરેક મદદ ઉપલબ્ધ કરાવવા પર કામ કરી રહ્યું છે.
રાજદૂત લિંડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે હું ભારતમાં ભયાવહ સ્થિતિ વિશે બતાવવા માટે એક મિનિટ લેવા માંગું છું. ત્યાં કોવિડ-19ના કેસમાં હાલમાં થયેલી વૃદ્ધિ ઘણી ભયાનક છે. અમેરિકા ભારતના લોકો સાથે ઉભું છે.