દિલ્હી-
આજે શનિવારે ૧૦ જુલાઈના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધુ એક વખત વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજે કિંમતમાં વધારો કર્યો છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં લીટરે ૩૫ પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં ૨૬ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૯૧ રૂપિયા પ્રતિ લીટર થી છે. જ્યારે ડીઝલની કિંમત ૮૯.૮૮ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમત સ્થિર રાખી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહતની કોઈ આશા નથી. ક્રૂડ પ્રોડક્શનને લઈને ઓપેક પ્લસ દેશોની બેઠકમાં કોઈ સહમતિ નથી બની. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેની અસર ઘરેલૂ બજારમાં કિંમત વધી રહી છે. ૧૦ જુલાઈના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત રૂ. ૯૭.૬૪ રૂપિયા છે. આજે પેટ્રોલની કિંમતમાં ૦.૩૪ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડીઝલની કિંમત રૂ. ૯૬.૭૨ રૂપિયા છે. ડીઝલની કિંમતમાં રૂ. ૦.૨૮ રૂપિયાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે હાલ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહતની કોઈ આશા નથી. ક્રૂડ પ્રોડક્શનને લઈને ઓપેક પ્લસ દેશોની બેઠકમાં કોઈ સહમતિ નથી બની. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેની અસર ઘરેલૂ બજારમાં કિંમત વધી રહી છે.જુલાઈની ૧૦મી તારીખ સુધીમાં ૭ વાર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.