પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્લાસ જરૂરી કે મુક્ત બાળપણ?

આજકાલ અનેક જાહેરાતો જાેવા મળે છે જે ખુબ જ નાની ઉંમરના બાળકો માટેના પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસિસનું માર્કેટિંગ કરતી જાેવા મળે છે. અત્યારના સ્પર્ધાના જમાનામાં દરેક માતાપિતાને પોતાનું બાળક પહેલા નંબર પર જાેઈએ છે અને માટે માતાપિતા બાળકોને આવા ક્લાસિસમાં મોકલવા પ્રેરાય છે.

ત્યારે એ સવાલ થાય કે શું ખરેખર બાળકોને આવા ક્લાસિસની જરૂર છે ખરી? શું બાળકોને નાની ઉંમરે અથવા કોઇપણ ઉંમરે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં મોકલવા જાેઈએ? શું પર્સનાલિટી ક્લાસિસથી ડેવલપ થઈ શકે કે જિંદગીના અનુભવોથી? ખરેખર આવા ક્લાસીસમાં શું શીખવે છે? આવા ક્લાસીસમાં જવાથી બાળકમાં આત્માવિશ્વાસ આવી શકે ખરો? કદાચ આવે, તો એ સાચો આવે કે બાળક આત્મવિશ્વાસનો ખોટો દેખાડો કરતા શીખે છે આવા ક્લાસીસમાં જઈને?

પર્સનાલિટી ડેવલપ કરવી એટલે બાળકમાં કયા ગુણોનો વિકાસ કરવો? પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે વ્યક્તિમાં લાગણીઓની નિયંત્રિત અભિવ્યક્તિ, જાહેરમાં વર્તણૂક, જાહેરમાં વક્તવ્ય આપવાની કળા, જાહેરમાં કરવામાં આવતુ નમ્ર વર્તન, આત્મવિશ્વાસ, નેતૃત્વના ગુણો, અને અન્ય ગુણો વિકસવા.

શું નાના બાળકોને બાળપણથી જ લાગણીઓની નિયંત્રિત અભિવ્યક્તિ કરતા શીખવવી જાેઈએ? બાળકને આપણે સાહજિક વર્તનથી દૂર કરતા શીખવવું જાેઈએ? બાળકને ખુબ નાની ઉંમરથી જાે આપણે વધુ પડતું નિયંત્રિત વર્તન કરતા કે બીજાને સારું લાગે તેવું વર્તન કરતા શીખવશું તો બાળકો પોતાનું સાહજિક બાળપણ ગુમાવી દેશે.

 આ સવાલનું મૂળ વિચારીએ તો એવો સવાલ થાય કે પર્સનાલિટી ડેવલપમેન્ટના આ ગુણો કોઇ ક્લાસિસ બાળકમાં સાચી રીતે વિકસાવી શકે? કદાચ સ્પર્ધાના નામે પરાણે બાળકમાં ઉપરથી કૃત્રિમ વર્તન કરવા માટેનો આગ્રહ કરી અને દેખાડો કરતા બાળકને શીખવી શકે. પરંતુ તેનાથી બાળક અંદરથી તો ખોખલું જ રહેશે. તો શું આવી રીતે પરાણે અથવા સ્પર્ધાના નામે વિકસાવેલા ગુણો બાળકની જિંદગીભર ચાલી શકે એવી પર્સનાલિટી ડેવલપ કરી શકે? કદાચ કરી શકે તો આ ઉંમરે શીખેલી પર્સનાલિટીની જરૂર ક્યાં અને શું કામ હોય, અને જાે આ ઉંમરે જરૂર ન હોય તો આ ઉંમરે કરેલા આવા ક્લાસ દ્વારા મેળવેલ પર્સનાલિટી જે ઉંમરે જરૂર પડશે ત્યાં સુધી એ બાળકમાં જળવાઈ રહેશે?

ના. આમાનું કઈ પણ શક્ય નથી. સૌથી પહેલા તો કોઈ પણ માણસની પર્સનાલિટી ડેવલપ જ પોતાની જિંદગીના અનુભવો અને એના દ્વારા લીધેલ શીખથી થાય છે. હા, પછી પરિપક્વતા આવે ત્યારે જરૂર મુજબ આપણે તેને થોડી તોડીએ મરોડીએ છીએ આસપાસના વાતાવરણ અને લોકોની સાથે સમકક્ષતા બનાવવા માટે! આમ તો ખરેખર એની પણ જરૂર નથી, છતાં પણ પરિપક્વતા પછી સમજણ સાથે આવા ફેરફારો યોગ્ય ગણી શકાય. પરંતુ બાળકને તો વાસ્તવિકતામાં એમનું બાળપણ માણવા દઈએ. વાસ્તવિકતા શું ખોટી છે ? શું કામ આટલા નાના બાળકને પોતાની વાસ્તવિકતામાં દેખાડા માટેના અને સારા વર્તનના પડ ચડાવીએ છીએ આપણે? અને અવાસ્તવિક જીવન જીવવાની કેળવણી આપી રહ્યા છીએ આપણે?

જિંદગીના કોઈ પણ અનુભવ વિના શું કામ બાળકોને આવા ક્લાસ કરાવીને આટલી નાની ઉંમરે પરિપક્વ બનાવવા જાેઈએ? મને એવો પણ સવાલ થાય કે જયારે માતા-પિતાને બાળક એમ પૂછતું હશે કે શેના ક્લાસ છે તો માતા-પિતા કેવી રીતે સમજાવતા હશે? કે જવાબ જ નહિ આપતા હોય?

આપણે આપણી જિંદગીની કેટલી બધી નિષ્ફળતાઓ આપણા બાળકો પર થોપીએ છીએ (અંગ્રેજીમાં એક શબ્દ છે ॅટ્ઠંિર્હૈડૈહખ્ત - જે એકદમ અહીં બંધ બેસે છે). એટલે એમ કે આપણું બાળક આટલી બાબતોમાં નિષ્ફળ ન જ જવું જાેઈએ.

શું કામ? દરેક નિષ્ફળતા આપણને કંઈને કંઈ શીખવીને જાય છે. અને દરેક માણસે પોતાની નિષ્ફળતાઓમાંથી જ શીખવું જાેઈએ. બીજાની નિષ્ફળતામાંથી પરાણે અને ખોટી ઉંમરે શીખવવામાં આવતી વસ્તુઓ બાળક પર બોજાે બની જાય છે. એનો મતલબ એવો જરાય પણ નથી કે આપણને ખબર હોય કે આગળ ખાડો છે અને તો પણ આપણે બાળકને એમાં ધક્કો મારીએ. પરંતુ આપણી જિંદગીના સારા અને ખરાબ અનુભવો વિષે બાળકો સાથે વાતો કરીએ અને એમાંથી બાળકને જાતે શીખવા દઈએ, એ રસ્તો બાળક પર બોજાે નહિ વધારે અને તો પણ બાળકને ઘણું શીખવી જશે.

માઈકલ જાેર્ડન કહે છે કે સફળતાની ચાવી નિષ્ફળતા છે. આપણે આપણા બાળકોને જેટલા જલ્દી નિષ્ફળ જતા શીખવીશું એટલી જલ્દી સફળતા એમને મળશે. અને જાે નહિ મળે તો કમ સે કમ નિષ્ફળતાને પચાવવાની આવડત તો કેળવાશે જ.

સુખી જીવન માટે બીજું શું જાેઈએ ?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution