નસવાડીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અચાનક જ અશ્વિન નદીમાં પાણી આવતા કબ્રસ્તાનમાં દફન વિધિ માટે ગયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા


નસવાડીમાં મંગળવારના બપોરના સમયે વીજળી ના કડાકા ભડાકા સાથે અચાનક જ ધોધમાર વરસાદ શરુ થયો હતો અને અંબાલાલ પટેલે ૧૦.૧૧ તારીખની નસવાડીમાં ભારે વરસાદની આગાહી કરી હતી જયારે ભારે વરસાદ થી અશ્વિન નદી ના કોતરો માં અચાનક જ પાણી આવી ગયું હતું જયારે અશ્વિન નદી અડધા જ કલાકમાં બે કાંઠે વહેવા લાગી હતી જયારે નસવાડીના ચારરસ્તા વિસ્તારમાં એક વૃદ્ધ વેપારીનું અવસાન થતા તેની દફન વિધિ માટે નદીના સામેના કિનારે કબ્રસ્તાન આવેલ હોવાથી લોકો દફન વિધિમાં ગયા હતા તે વખતે નદીમાં પાણી ઓછું હતું જયારે દફન વિધિ પુરી થતા સુધીમાં અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી હતી નસવાડીમાં વરસાદ એક કલાક ધોધમાર પડતા જેની અસર કોતરોઓ અને નદીઓમાં થઈ હતી ઉપવાસમાથી સીધું પાણી અશ્વિન નદીમાં આવતા કબ્રસ્તાનની ચારે તરફ પાણી પાણી થઇ જતાં કબ્રસ્તાનમાં ગયેલા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને નદી પાર કરાવવા માટે ટેમ્પા નો સહારો લેવો પડ્યો હતો જયારે કેટલાક યુવાનો એક બીજાનો હાથ પકડીને નદી પસાર કરી હતી જયારે આ કબ્રસ્તાન વર્ષો થી છે અને નસવાડીના મુસ્લિમ લોકો દર રોજ સવારે કબ્રસ્તાન જાય છે ત્યારે કબ્રસ્તાન જવાનો રસ્તો બિસ્માર છે જયારે રસ્તા ઉપર બારે માસ કચરો અને ગંદકી હોય છે અને ચોમાસાનાં ચાર મહિના પાણી આવે ત્યારે કબ્રસ્તાન જઈ શકાતું નથી જેના કારણે સરકારના નેતાઓ દ્વારા કબ્રસ્તાન જવાના રસ્તા ઉપર મોટો પુલ બનાવી આપે તેવી માંગ ઉઠી છે જયારે નદીમાં પાણી આવતા કબ્રસ્તાનનું મોટી માત્રામાં દિવસે દિવસે ધોવાણ થઇ રહ્યું છે ત્યારે કબ્રસ્તાનની આજુબાજુ સંરક્ષણ દિવાલ પણ બનાવી આપવામાં આવે તેવી પણ માંગ લોકો કરી રહ્યા છે દર ચૂંટણીઓમાં મુસ્લિમ મતો લેવા ભાજપ અને કાૅંગ્રેસનાં નેતાઓ મોટા મોટા વચનો આપી પોતાના રોટલા શેકી લે છે અને ચૂંટણી પત્યા પછી હાલ નેતાઓ છુમંતર થઈ ગયા છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution