લોકો ફિલ્મી પરિવારમાંથી હોવાના ફાયદા વિશે વાત કરે છે,ગેરફાયદા વિશે નહીંઃ તુષાર કપૂર

બોલિવૂડ એક્ટર તુષાર કપૂરે તાજેતરમાં ઓટીટી પર ડેબ્યૂ કર્યું છે. તેણે વેબ સિરીઝ દસ જૂન કી રાતથી પોતાની નવી ઇનિંગની શરૂઆત કરી છે. તુષાર એક પ્રખ્યાત ફિલ્મ પરિવારમાંથી આવે છે. તે પીઢ અભિનેતા જીતેન્દ્રનો પુત્ર અને પ્રખ્યાત નિર્માતા એકતા કપૂરનો ભાઈ છે. ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હોવા છતાં તેને ઘણી વખત રિજેક્ટ કરવામાં આવ્યો છે. તાજેતરમાં અભિનેતાએ આ વિશે વાત કરી છે.અભિનેતાએ કહ્યું કે લોકો ફિલ્મી પરિવારમાંથી હોવાના ફાયદા વિશે વાત કરે છે, પરંતુ ગેરફાયદા વિશે નહીં. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેતાએ તેની ફિલ્મ કારકિર્દી વિશે વાત કરી. તેણે કહ્યું કે પોતાને સાબિત કરવાની તક મળી તે માટે તે ધન્યતા અનુભવે છે. તેણે કહ્યું કે તે એવા કલાકારોમાંથી એક છે જેને સૌથી વધુ વખત રિજેક્ટ કરવામાં આવ્યો છે.તેમણે આગળ કહ્યું, લોકો ફિલ્મી પરિવારમાંથી આવવાના ફાયદા વિશે વાત કરતા રહે છે, મારી પાસે પણ બધું હતું. જાે કે, મારે ઘણા ગેરફાયદાઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો અને સતત દરેક વખતે મારી જાતને સાબિત કરવી પડી હતી. એક વિદ્યાર્થીની જેમ મારે પણ પરીક્ષાઓ આપવી પડી હતી. આ સમય દરમિયાન, અભિનેતાએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા અને કહ્યું કે વારંવાર નકારવામાં આવ્યા હોવા છતાં, તેને તેની પ્રતિભા દર્શાવવાની ઘણી તકો મળી.તુષાર કપૂરે વધુમાં કહ્યું કે તેની પ્રથમ ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’ સફળ ફિલ્મ હતી, પરંતુ લોકો તેના વિશે શંકાશીલ હતા. આ પછી, ફિલ્મોની નિષ્ફળતાએ તેની અભિનય ક્ષમતા વિશે લોકોની શંકાઓ વધારી. આ સમય દરમિયાન તેને ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોની નકારાત્મકતાનો પણ સામનો કરવો પડ્યો હતો. જાેકે, ‘ક્યા કૂલ હૈ હમ‘એ તેને કોમેડીમાં પોતાની ઓળખ સ્થાપિત કરવામાં મદદ કરી.તુષાર કપૂર અને પ્રિયંકા ચહર ચૌધરી અભિનીત ‘દસ જૂન કી રાત’ ૪ ઓગસ્ટથી જિયો સિનેમા પર પ્રસારિત થઈ રહી છે. આ સિરીઝનું નિર્દેશન તબરેઝ ખાને કર્યું છે. તેની વાર્તા ભાગ્યેશ નામના વ્યક્તિ પર આધારિત છે, જે તેના ખરાબ નસીબ માટે જાણીતો છે. આ શ્રેણી દર્શકોને હસાવવાનું વચન આપે છે, જેમાં તુષાર આચાર્ય, શાન ગ્રોવર, લીના શર્મા વગેરે જેવા કલાકારો પણ જાેવા મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution