દિલ્હી-
જાે બિડેનના શપથ ગ્રહણને એક દિવસ બાકી છે અને ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાંથી ઓપચારિક વિદાય થશે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થયા બાદ સતત પરિણામને લઇને ટ્રમ્પ આરોપ મૂકી રહ્યાં છે. ટ્રમ્પના સમર્થકોએ અમેરિકી સંસદમાં હિંસા ફેલાવી, જેનો ઉલ્લેખ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પએ તેમના ફેરવેલ મેસેજમાં કર્યો. તેમણે કહ્યું કે, લોકોએ દરેક વસ્તુ અંગે ઉત્સાહિત થવું જાેઇએ પરંતુ હિંસાનો સહારો ન લેવો જાેઇએ.
ફર્સ્ટ લેડીએ વીડિયો મેસેજમાં કહ્યું કે, દરેક વસ્તુને લઇને ઉત્સાહિત હોવું જાેઇએ પરંતુ યાદ રાખો કે હિંસા કોઇ વાતનો જવાબ નથી. આને ક્યારેય યોગ્ય ન ઠેરવી શકાય. ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરીએ ટ્રમ્પ સમર્થકો યુએસ કેપિટોલ બિલ્ડિંગમાં ઘુસી ગયા હતા. જ્યાં એ બેટલગ્રાઉન્ટ રાજ્યોના ઇલેક્ટોરલ વોટ્સની પુષ્ટિ થઇ રહી હતી, જે અંગે ટ્રમ્પે આરોપ મૂક્યા હતા. ટ્રમ્પે તેમના સમર્થકોની સામે વોટર ફ્રોડની વાત કરી હતી અને ચોરીને રોકવા માટે સમર્થન માગ્યું હતું. આ હિંસામાં પાંચ લોકોનાં મોત થયા હતા.
ઉપરાંત મેલાનિયાએ કોરોના કાળ દરમિયાન સાવધાન રહેવા જણાવ્યું હતું. તેમણે કોવિડથી મોતને ભેટનારા લોકોના પરિવારોને સાંત્વના આપી અને હેલ્થકેર તથા ફ્રન્ટલાઇન વર્કર્સનો આભાર વ્યક્ત કર્યો. મેલાનિયાએ તેમના કેમ્પેઇન બી બેસ્ટની પણ વાત કરી. જે બાળકોના શિક્ષણ માટે કામ કરે છે અને આ પ્લેટફોર્મ પર કામ કરતાં રહેવાની પ્રતિબદ્ધતા બતાવી.