અમદાવાદ અમદાવાદમાં સ્માર્ટમીટર દૂર કરવાની માગને લઈને ૧૫થી વધુ સોસાયટીના સભ્યોએ નરોડા ય્ઈમ્ ખાતે વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં પુરુષ અને મહિલાઓએ ભેગા મળીને વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ પણ થાળી વગાડી સ્થાનિકોએ ય્ઈમ્ કચેરીમાં આવેદન આપ્યું હતું. જેનો કોઈ જવાબ ન આવતા વિરોધ કર્યો. જેમાં સોસાયટીના સભ્યોએ કહ્યું હતું કે, ૨૦ હજારના પગારમાં ઘર ચલાવું, બાળકો ભણાવું કે સ્માર્ટમીટરનું બિલ ભરું જ્યારે અન્ય એક સોસાયટીના ચેરમેને જણાવ્યું હતું કે, ૨ મહિનાનું બિલ ૧૦ દિવસમાં આવી રહ્યું છે. સ્માર્ટ વીજ મીટરને લઈને રાજ્યભરમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ત્યારે નવા નરોડામાં સોસાયટીઓમાં સ્માર્ટમીટર લગાવવામાં આવ્યા છે. જેને લઈને લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. નરોડાની શ્રી રામ વંદન, શ્રીરામ વાટિકા, વૃંદાવન રેસીડેન્સી, ગણેશ રેસીડેન્સી, હેવન સ્કાય સોસાયટી, પ્રથમ પ્રયોરિટી સહિતની અલગ અલગ ૧૫ જેટલી સોસાયટીઓના સભ્યોએ સ્માર્ટમીટર લગાવવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો. અગાઉ નરોડાની કેટલીક સોસાયટીના મહિલાઓ અને પુરુષો ભેગા મળીને ય્ઈમ્ કચેરીએ ગયા હતા. જ્યાં જૂના મીટર પરત આપી નવા સ્માર્ટમીટર હટાવવા રજૂઆત કરી હતી. જાેકે કોઈ નિરાકરણ ન આવતાં ફરી એકવાર અલગ અલગ સોસાયટીના રહીશોએ ભેગા મળીને ય્ઈમ્ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી લોકોએ નવા મીટર હટાવવા માગ કરી. બીજી તરફ યોગ્ય નિરાકરણ નહીં આવે તો વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.