પીઓકેમાં પાકિસ્તાન સામે પ્રદર્શન લોકોનોે ભારતના ઝંડા સાથે વિરોધ
નવી દિલ્હી
પાકિસ્તાન વધતી મોંઘવારીનો સામનો કરી રહ્યું છે, જેની અસર હવે તેમના રસ્તાઓ પર પણ જાેવા મળી રહી છે. પીઓકેમાં વધતી મોંઘવારીને કારણે લોકોનો ગુસ્સો સરકાર સામે ફાટી નીકળ્યો છે. વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, પોલીસ સાથે ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જાે કે, મોટી વાત એ છે કે પીઓકેમાં થઈ રહેલા આ પ્રદર્શનોમાં ભારતીય તિરંગો પણ દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, જાેઈન્ટ અવામી એક્શન કમિટીએ ૧૧મી મેના રોજ એટલે કે શનિવારે પીઓકેમાં મોંઘવારી વિરુદ્ધ પીઓકેની એસેમ્બલી બહાર વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.
જે બાદ પીઓકેમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જેથી લોકો ઘરની બહાર ન નીકળે. જેના કારણે શુક્રવારે જ સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને રાજધાની મુઝફ્ફરાબાદ, મીરપુર અને દડિયાલ જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભીડના હાથમાં પીઓકે અને ભારતીય રાષ્ટ્રધ્વજ જાેવા મળ્યા હતા. પીઓકેમાં વધતી મોંઘવારીથી લોકો ગુસ્સામાં છે અને મોંઘવારી વિરુદ્ધ પીઓકેમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. ખાદ્યપદાર્થો પણ ચીનથી આયાત કરવામાં આવે છે. જેના કારણે સમિતિએ રાજ્યમાં દેખાવો કરવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાન દ્વારા લાદવામાં આવેલા કર અને વધતી કિંમતોને લઈને શનિવાર (મે ૧૧) માટે વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વધારાના દળોની તૈનાતી અને ૭૦ કાર્યકરોની ધરપકડથી લોકો ગુસ્સે થયા અને તેઓ શુક્રવારે જ રસ્તા પર ઉતરી આવ્યા. પ્રદર્શનકારીઓએ કથિત રીતે સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો અને તેમની સાથે ઘર્ષણ કર્યું હતું.
પાકિસ્તાની મીડિયા અનુસાર, જમ્મુ-કાશ્મીર જાેઈન્ટ અવામી એક્શન કમિટી દ્વારા જાહેર કરાયેલ ‘લોંગ માર્ચ’ને રોકવા માટે પોલીસે સિત્તેર કાર્યકરોની અટકાયત કરી છે.