નસવાડી
નસવાડી તાલુકાના ઊંડાણ વિસ્તારના ૬ ગામોમાં આજ દિન આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી સરકારમાં પંચાયત આર.એન.બી વિભાગ વારંવાર એસ્ટીમેન્ટ મોકલ્યા પરંતુ રસ્તોની મંજૂરી અપાતી નથી ચોમાસામાં પાંચ ગામો સંપર્ક વિહોણા બની જાય છે.નસવાડી તાલુકાના (૧) સાંકડી બારી (૨) ગનીયાબારી (૩) હરખોડ (૪) કુંડા (૫) ચાવરીયા (૬) કુપ્પા આ છ ગામોમાં ચોમાસામાં જવું હોય તો ચાર થી પાંચ કિલોમીટર પગપાળા ચાલીને જવું પડે છે હાલ કુપ્પા ગામેં જવા માટે બે થી નદીઓ આવે છે તેને ઓળગવા માટે મુશ્કેલી પડે છે ધોરણ ૬ થી ૮ અને ૮ થી ૧૨ સુધીના અભ્યાસ માટે ચોમાસામાં વિદ્યાર્થીઓ જઈ શકતા નથી જયારે કોઈ બિમાર પડે અથવા કોઈ ઘટના બને તો ૧૦૮ એમ્બ્યુલન્સ આજે પણ આ ગામોમાં પોહચી શકતી નથી.
અહીંયા મહત્વની બાબત એ છે કે સાંસદ ભાજપાના છે ધારાસભ્ય ભાજપાના છે અને સરકાર ભાજપની છે પરંતુ આ ગામોના રસ્તા બનવવા માટે કોઈ રજુવાત સરકારમાં નેતાઓ ઘ્વારા કરાતી નથી જયારે વિધાનસભા જીતીને ધારાસભ્ય ઉંડાણના ગામડાઓની મુલાકાતના સમયએ મતદારોને ઝડપી થી રસ્તોઓ બની જશે તેવું આશ્વાશન આપ્યું હતું પરંતુ આ વાતને ૪ વર્ષનો સમય વીતી ગયો છે પરંતુ આજ દિન સુધી રસ્તો બન્યો નથી.