પીઓકેની જનતાની ભારત સરકારને અપીલ, અમને પાકિસ્તાનથી મુક્ત કરવા સક્રિય બનો

તંત્રીલેખ


ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દુર કરવા માટેની પ્રક્રિયા દરમિયાન સંસદમાં ગૃહમંત્રી અમીત શાહે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકે પર પણ ભારતનો અધિકાર છે તેવી ઘોષણા કરી હતી. તે પછી અવારનવાર કેન્દ્રના મંત્રીઓ અને ભાજપના નેતાઓ પીઓકે ભારતમાં ભળી જશે તેવા નિવેદનો આપતા રહે છે. તાજેતરમાં રાજનાથસિંહે પણ જણાવ્યું હતું કે પીઓકે ભારતનો ભાગ બને તે માટે બળપ્રયોગની જરૂર નથી. તે જાતે જ ભારત સાથે જાેડાઈ જશે. કેન્દ્ર સરકારના આ વલણનો પડઘો પાડતા હોય તે રીતે પીઓકેની જનતાએ પાકિસ્તાન સરકાર વિરૂધ્ધ ઉગ્ર આંદોલન શરૂ કરી દીધું છે. તેમણે પાકિસ્તાનથી સ્વતંત્ર થવાની પણ ઉગ્ર માંગણી કરી છે. એટલું જ નહીં પણ ભારત સરકારને પીઓકેના પ્રશ્નમાં સક્રિય રસ લઈ તેને સ્વતંત્ર કરવા દરમિયાનગીરી કરવા માટે પણ અપીલ કરી છે.


તાજેતરમાં પીઓકેમાં ચાલી રહેલા લોક આંદોલનમાં આંદોલનકારીઓ મોટી સંખ્યામાં ભારતના ધ્વજ ફરકાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં તે દર્શાવે છે કે પાકિસ્તાન સરકારની દમનશાહી વિરૂધ્ધ ત્યાંની પ્રજામાં કેટલો આક્રોશ છે.પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ભારે કરવેરા, અસહ્ય મોંઘવારી અને વીજળીની અછત સામે આંદોલન કરી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન સરકાર ત્યાંના રહેવાસીઓ પર મોટા પાયે દમન અને અત્યાચાર ગુજારી રહી છે. પીઓકેની પ્રજાના આસ્વયંભુ આંદોલનને કચડી નાંખવા માટે પાકિસ્તાની રેન્જર્સ અને સ્થાનિક પોલીસે ગોળીબાર કર્યા તેમાં બે આંદોલનકારીઓના મોત થયાં હતાં.


શુક્રવારે, જમ્મુ કાશ્મીર જાેઈન્ટ અવામી એક્શન કમિટી એ મુઝફ્ફરાબાદમાં શટડાઉન અને વ્હીલ-જામ હડતાલની હાકલ કરી હતી, તેના પગલે સેંકડો લોકો રસ્તા પર ઉતરી પડ્યાં હતાં.પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. માત્ર પીઓકેની રાજધાની મુઝ્‌ઝફરાબાદમાં જ નહીં,સામહની, સેહંસા, મીરપુર, રાવલકોટ, ખુઇરાટ્ટા, તત્તાપાની, હટ્ટિયન બાલા, તેવા અનેક પ્વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયાં હતાં. મુઝફ્ફરાબાદ અને મીરપુર ડિવિઝનમાં રાતોરાત દરોડા પાડીને પોલીસ દ્વારા અનેક સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી હતી. તેના પગલે ત્નદ્ભત્નછછઝ્ર એ શુક્રવારે હડતાળનું એલાન આપ્યું હતું.જમ્મુ કાશ્મીર જાેઈન્ટ અવામી એક્શન કમિટીએ એપ્રિલમાં એલાન કર્યું હતું કે ૧૧મેના રોજ સમગ્ર રાજ્યના તમામ પ્રદેશોમાંથી લોકો મુઝફ્ફરાબાદ તરફ લાંબી કૂચ કરશે. વીજળીના બિલ પર લાદવામાં આવેલા અન્યાયી કરથી નારાજ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.


પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના રાજકીય કાર્યકર અમજદ અયુબ મિર્ઝાએ કહ્યું કે ભારત પીઓકેની વર્તમાન પરિસ્થિતિથી અળગું રહી શકે નહીં અને હવે તેણે કાર્યવાહી કરવી જાેઈએ.એક નિવેદનમાં, તેમણે કહ્યું, ભારત પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિથી દૂર રહી શકે નહીં. આ ક્ષણે, અમારા લોકો લડત આપી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ વિરોધ કરતી પ્રજા પર પાકિસ્તાન પોલીસ, પંજાબ પોલીસ, કહેવાતી આઝાદ કાશ્મીર પોલીસ જુલમ ગુજારે છે.


“સ્થિતિ હાથમાંથી નીકળી રહી છે.ભારતે હવે તેનું તમામ ધ્યાન પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્રિત કરવું જાેઈએ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત આ કબજા હેઠળના પ્રદેશની સ્વતંત્રતામાં મદદ અને સુવિધા આપવી જાેઈએ.તેમણે ઉમેર્યું. પીઓકેની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભારતને પગલાં લેવાનું આહ્વાન કરતાં તેમણે કહ્યું હતું કે,સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ભારતે કાર્યવાહી કરવી જ જાેઈએ. જાે આજે ભારત સરકાર પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને મુક્ત કરવાના પ્રયાસો નહીં કરે તો આપણી આઝાદીની આ સુવર્ણ તક ખતમ થઈ જશે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution