લોકો રોકાણ માટે sip મારફતે મ્યૂચુઅલ ફંડને સારો વિકલ્પ માને છે


નવીદિલ્હી,તા.૨૩

આજે શેર માર્કેટમાં લોકો ડાયરેક્ટલી પૈસા નથી રોકતા. કેમ કે, તેમાં જાેખમ વધુ હોય છે. જેથી લોકો રોકાણ માટે જીૈંઁ મારફતે મ્યૂચુઅલ ફંડને સારો વિકલ્પ માને છે. પરંતુ આ પણ માર્કેટ સાથે લિંક સ્કીમ છે. આજે આપણે તેના પ્રકાર વિશે વાત કરીશું.

મ્યૂચુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ વધ્યું છે. અહીંયા કરેલા રોકાણમાં જાેખમ હોય છે છતાં લોકો મોટા પ્રમાણમાં મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. કેમ કે, અહીંયા રિટર્ન સારું મળે છે. જીૈંઁ કોઈ એક પ્રકારની નથી હોતી, તેના અનેક પ્રકાર હોય છે. જીૈંઁની અલગ અલગ સુવિધાના કારણે મ્યૂચુઅલ ફંડમાં ઇન્વેસ્ટ લગાતાર વધી રહ્યુ છે. આજે આપણે જીૈંઁના અલગ અલગ પ્રકાર વિશે વાત કરીશું.રેગ્યુલર જીૈંઁ એક સામાન્ય ચોઇસ છે. જેમાં લોકો નક્કી કરેલા સમયગાળામાં(જેમ કે, ૧ કે ૩ મહિનામાં)ચોક્કસ રકમ ઇન્વેસ્ટ કરે છે. રેગ્યુલર જીૈંઁ એ લોકો માટે બેસ્ટ વિકલ્પ છે જેમની ઇન્કમ સ્થિર છે કે જે લાંબા સમય સુધી રોકાણ કરવા માંગે છે.

આ જીૈંઁમાં લોકો વખતો વખત રોકાણની રકમ વધારી શકે છે. આ વિકલ્પ તે લોકો માટે બેસ્ટ છે જેઓની ઇન્કમ વધવાની હોય છે કે પછી તેમના રોકાણમાં તેજી લાવવા ઈચ્છે છે.આ જીૈંઁના વિકલ્પમાં તમને માર્કેટના ઉતાર ચઢાવ મુજબ રોકાણ કરવાની આઝાદી મળે છે. તેમાં રોકાણ કરવાની રકમ અગાઉ નક્કી કરેલ ફોર્મ્યુલા મુજબની હોય છે. જેમાં માર્કેટ ડાઉન થવા પર વધુ અને માર્કેટ અપ જાય ત્યારે રોકાણ ઓછુ કરવાની પરમિશન આપે છે.જીૈંઁના આ વિકલ્પમાં રોકાણકારને પહેલાથી નક્કી કરેલ ટ્રિગરના આધારે જીૈંઁનો હપ્તો શરૂ કરવાની પરમિશન આપવામાં આવી હોય છે. તે માર્કેટની સ્થિતિ જેમ કે, સ્પેસિફિક ઈન્ડેક્સ લેવલ કે કોઈ ફંડના પર્ફોમન્સ પર આધારિત હોઇ શકે છે. જ્યારે ટ્રિગરની સ્થિતિ પૂર્ણ થઈ જાય છે ત્યાર બાદ આપોઆપ ઇન્વેસ્ટ શરૂ થઈ જાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution