અંક્લેશ્વર, તા.૧
અંકલેશ્વર શહેરની નીચાણવાળી સોસાયટીઓ માં નર્મદા નદી નાં પૂરના પાણી એ જમાવટ કરી હતી, નદી ની જળ સપાટી માં વધારો થતા પૂરના તોફાની પાણી જુના દીવા ગામ તેમજ સોસાયટીઓમાં પ્રવેશ્યા હતા.જ્યારે ખેતી માં પણ મોટી નુકશાની નો અંદાજ લગાવવા માં આવી રહ્યો છે.
નર્મદા નદીનાં જળસ્તર માં સતત વધારો થતા પૂરના પાણી નદી કાંઠાના વિસ્તારો તેમજ ખેતરો ને ચીરીને અંકલેશ્વર શહેરની નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ્યા હતા , જ્યારે જુના દીવા ગામ ને પણ પૂરના પાણીએ ઘેરી લીધુ હતુ , અને ગામના સરપંચ નટવર વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ નાનુ પટેલ સહિતના ગ્રામજનોએ અંદાજીત ૫૦૦ જેટલા પૂર પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.અને તંત્ર દ્વારા પણ સ્થળાંતર થયેલા લોકો માટે એક મેડિકલ ટીમ , ભોજન વ્યવસ્થા સહિતની સગવડ કરવામાં આવી હતી. આ ઉપરાંત નર્મદા નદી નાં પાણી અંકલેશ્વર શહેરની નીચાણવાળા વિસ્તાર ની સોસાયટી ઓ જલારામનગર , શ્રીજી દર્શન, શાંતનુ પાર્ક , રોયલ પાર્ક,વાત્સલ્ય બંગ્લોઝ,શ્રીજી વિલા સહિત ની સોસાયટીઓ ને પૂરના પાણીએ ધમરોળી નાખી હતી, અને સોસાયટીઓ માં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.જ્યારે રહીશોએ પૂરના પાણી ઘરમાં ઘૂસે ત્યાર પહેલા પોતાની ઘરવખરી મકાન નાં ઉપર નાં માળે ખસેડી દીધી હતી.