વડોદરા : વડોદરામાં સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ દ્વારા કોવિડની મહામારીમાં માનવતા તરફ સમાજને પ્રદાન કરવા માટે એક નોંધપાત્ર કૂચ કરીને શહેરમાં આવેલી નવજીવન હાઈસ્કૂલ ખાતે ૩૦ બેડની કોવિડના દદીઓ માટે સેગ્મેન્ટ ૧ કક્ષાની પ્રાથમિક સારવાર અને આધનિક સવિધાઓથી સજ્જ આઈસાલેેશન વોર્ડ્સ સાથેની હોસ્પિટલ વડોદરા વાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વોડર્સના લોકાર્પણમાં પ.પૂ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયે આ ઉદ્ઘાટન પ્રસંગે સિગ્મા જેવી શૈક્ષણિક સંસ્થાઓને સમાજ માટેે પ્રેરણા અને સંસ્થાના યુવા-ચેરમેન ડો. હર્ષ શાહને યુવા-આદર્શ ગણાવ્યા હતાં, જેઓ સમાજનો વિચાર કરીને જીવે છેે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ સંસ્થાના ચેરમેનને અઢળક શુભેચ્છાઓ આપી હતી. સંસ્થાના ચેરમેન ડૉ. હર્ષ શાહ દ્વારા આજ રોજ કોવિડ પીડીત, આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓની,કોવિડ વોરીઅર્સ વિદ્યાર્થીની સંપૂણ્ -શૈક્ષણિક ર્ફ માફી જાહેર કરાઈ હતી. આ પ્રસંગે સિગ્મા ઇન્સ્ટીટયુટના સ્થાપક શૈલેષ શાહ,જ્યોત્સસ્નાબેન શાહ, ચેરમેન ડૉ.હર્ષ શાહ, મેનેજીગ ટ્રસ્ટી ડૉ. શ્રેયા શાહ તથા સિધ્ધિ આઈ.સી.યુ અને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો. જયેશ રાજપરા હાજર રહ્યા હતા.