રાહદારી અન્ય યુવક સાથે અથડાતા થયો ઝઘડો, ઉશ્કેરાયેલા યુવકે કરી હત્યા

સેલવાસ-

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના મસાટ ગામે ચાલીમાં રહેતા યુવકની રાત્રીએ અજાણ્યા ચુવતે ચાકુના ઘા મારી હત્યા કરી હતી. રવિવારે સેલવાસ પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી હતી. હત્યાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે, માર્ગ પર ચાલની જતાં હત્યારા સાથે મૃતક અથડાયો હતો. જેમાં બંને વચ્ચે ઝઘડો થતાં હત્યારાએ યુવકને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે વિગતો આપી હતી કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના મસાટ ગામે રમેશભાઇની ચાલીમાં રહેતા અને આદિત્ય કંપનીમાં નોકરી કરતા રામપ્રતાપ દેવિદયાલ સીંગ કંપનીમાંથી છૂટી ઘરે જઇ રહ્યો હતો ત્યારે દારૂના નશામાં સામેથી ચાલીને આવતો નીરજકુમાર શિવમણિ શાહ બંને સામસામે અથડાયા હતા. નીરજ અને રામપ્રતાપ વચ્ચે ઝઘડો થતાં નીરજે ગુસ્સામાં આવી પોતાની પાસે રાખેલ ચાકુના રામપ્રતાપ પર અનેક ઘા કરી દીધા હતા. પ્રાથમિક તપાસમાં આરોપી અને મૃતક બંને એકબીજાને ઓળખાતા નથી. અથડાવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીએ રામપ્રતાપની હત્યા નીપજાવી હતી. આરોપી વિરુધ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ મસાટ પોલીસે હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution