હેરોઇનના જથ્થા સાથે પેડલર બાઝસિંગ સરદારની ધરપકડ

વડોદરા

શહેર પોલીસના એસઓજીના અધિકારીઓની ટીમ ગઇકાલે રાત્રીના સમયે રણોલીની અક્ષર રેસિડેન્સીના પાંચમા માળે રહેતા બાઝસીંગ સરદારને ૪૦ ગ્રામ હેરોઇન સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા ઓરપી ડ્રગ પેડલર હતો. એસઓજીની ટીમે એને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા ઓરોપીની પુછપરછ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેર નજીકના રણોલીગ ગામ પાસેની અક્ષર રેસિડેન્સીના પાંચમા માળે રહેતો બાઝસીંગ સરદાર માદક પદાર્થોનો વેપલો કરતો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગૃપને મળી હતી. જેને આધારે ગઇકાલે રાત્રે બાઝસીંગના ઘરે એસઓજીની ટીમે દરોડા પાડયા હતા. જેમા બાઝસીંગના ઘરેથી ૪૦ ગ્રામ જેટલુ હેરોઇન મળી આવ્યું હતું. જેની કિંમત ૧.૫૮ લાખ હતી. પોલીસે એનડીપીએસ એકટ અંતર્ગત બાઝસીંગ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.પોલીસે બાઝસીંગ સરદારની પુછપરછ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી બાઝસીંગ સરદાર હેરોઇનનો જથ્થો કયાંથ લાવ્યો હતો અને વડોદરામાં એના ગ્રાહક કોણ હતા. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution