રાજકોટ-
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજથી ફરી એક વખત મગફળીની હરાજી શરૂ થઈ ગઈ છે. જેથી રાજકોટ, કાલાવડ અને હળવદ વિસ્તારમાંથી ખેડૂતો મગફળી લઈને બેડી માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી પહોંચી ગયા છે. હાલ ખેડૂતોને મગફળીનો ભાવ ૮૦૦થી ૯૭૦ રૂપિયા સુધી મળી રહ્યો છે. પરંતુ ખેડૂતોને મગફળીનો ભાવ ૧૧૦૦થી વધુ મળે તેવી આશા રાખી રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના પગલે સારૂ ગુણવત્તા યુક્ત મગફળીની અછત જાેવા મળે તેવી શક્્યતા છે. હજુ પણ ભેજવાળી મગફળી જાેવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ મળતો નથી. માર્કેટ યાર્ડના અધિકારીઓએ ખેડૂતોને અપીલ કરી છે કે મગફળી સુકવીને લાવવી જેથી કરીને ખેડૂતોને પુરતાં ભાવ મળે.
એક અઠવાડિયા પહેલા રાજકોટમાં યાર્ડમાં રેકોર્ડ બ્રેક ૨૪૦૦ ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. હરાજી પૂર્ણ થયા બાદ મગફળીની આવક બંધ કરવામાં આવી હતી. જે બાદ આજથી મગફળીની આવક શરૂ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા પણ અગાઉ જાહેરાત કરવામાં આવી છે કે ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ભાવ ૧૦૫૫ રૂપિયા રહેશે. જે માટે ૧લી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ થશે. જે રજીસ્ટ્રેશન ૨૦ ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. તો ૨૧ ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.