મોરપીંછ ઘણા દેવતાઓનુ પ્રિય આભૂષણ કહેવામાં આવે છે. જેમ કે ભગવાન શ્રીકૃષ્ણ, શ્રી ગણેશ અને કાર્તિકેય જી. વિદ્યાની દેવી સરસ્વતી માતાનુ વાહન હોવાને કારણે વિદ્યાર્થી વર્ગમાં પોતાના પુસ્તકોની અંદર મોરપીંછ રાખવાની પ્રથા રહેલી છે.
મોર ભગવાન કાર્તિકેયનુ પણ વાહન છે. કાર્તિકેય દેવતાઓની સેનાના સેનાપતિ છે. પણ તેમણે ખુદના વાહનના રૂપમાં મોરને પસંદ કર્યો છે. દેવ વાહિની તંત્રમાં મોરપીંછની વિગત આપવામાં આવી છે. સમસ્ત શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં મોરપીંછને મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત રહેલું છે. ઘરમાં મોરપીંછ એવા સ્થાન પર લગાવો જ્યાથી તે સહેલાઈથી દેખાઈ રહે. મોરપીંછ ઘરમાં રાખવાનુ ઘણુ મહત્વ છે તેના ધાર્મિક પ્રયોગ પણ છે.
ઘરમાં મોરપીંછ મુકવાથી શુભ્રતાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીની કૃપા થાય છે. જ્યારે ઘરના વાતાવરણમાં રહેલ નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે. સાપ મોરપીંછથી ગભરાય છે કારણ કે મોરનો પ્રિય આહાર સાપ છે. તેથી સાપ એ સ્થાન પર નથી આવતા જ્યા તેમને મોર કે મોરપીંછ દેખાતું હોય.
જે વ્યક્તિ સદૈવ પોતાની પાસે મોર પંખ રાખે છે તેનું કોઈ અમંગળ થતુ નથી. મોરપીંછથી બનેલ પંખાને ઘરની અંદર ઉપરથી નીચે ફેરવવાથી ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. મોરપીંછને માથા પર ધારણ કરવાથી વિદ્યાનો લાભ પ્રાપ્ત થાય છે.