મુંબઇ
એક્ટ્રેસ પાયલ ઘોષ દ્વારા અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે પોલીસ ફરિયાદ કરી છે. હવે તે ભૂખ હડતાલ કરવા જઈ રહી છે. એક દિવસ પહેલાં તે વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસે અનુરાગ પર કોઈ એક્શન ન લીધા માટે તેણે આ નિર્ણય લીધો. ફિલ્મ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપની ધરપકડની માગ સાથે એક્ટ્રેસ પાયલ ઘોષ આજે, 29 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળી હતી. રાજ્યપાલને મળ્યા બાદ એક્ટ્રેસે કહ્યું હતું કે રાજ્યપાલજીએ કહ્યું હતું કે તેઓ તેની આ લડાઈમાં સાથે છે. તેણે રાજ્યપાલ સમક્ષ સુરક્ષા અંગે વાત કરી હતી અને અનુરાગ કશ્યપની ધરપકડ કરવાની માગણી કરી હતી. તેણે કહ્યું હતું કે દુષ્કર્મના આરોપીઓ જાહેરમાં ફરી રહ્યા છે અને તેથી જ તેને સુરક્ષા આપવામાં આવે.
એક્ટ્રેસની સાથે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પણ હતા. પાયલે આ પહેલા મંત્રી રામદાસ અઠાવલે સાથે મુલાકાત કરી હતી. પાયલના કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે અને દુષ્કર્મ સંબંધિત અનેક કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. જોકે, મુંબઈ પોલીસે હજી સુધી પૂછપરછ માટે અનુરાગને બોલાવ્યો નથી.